પરિણીતાએ ઇસ્કોન બ્રીજથી ઝંપલાવ્યું તો સાસરીમાંથી હોસ્પિટલમાં કોઈ મળવા પણ ન આવ્યું, તેઓએ કહ્યું ક્રિષ્ના મરી જાય તોય અમારે કંઈ લેવા દેવા નથી

સાસરિયાઓના ત્રાસથી પુત્રવધૂએ ઈસ્કોન બ્રિજ પરથી લગાવી મોતની છલાંગ, આપવીતી વાંચીને જ રડી પડશો

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતની ઘટનાઓ સામે આવતી રહે છે. ઘણીવાર કોઇ પ્રેમ સંબંધમાં તો ઘણીવાર કોઇ માનસિક કે શારીરિક હેરાનગતિને કારણે તો ઘણીવાર કેટલીક પરણિતાઓ સાસરિયાના ત્રાસને કારણે આપઘાત કરતી હોય છે. હાલમાં અમદાવાદમાંથી સાસરિયાઓના ત્રાસને કારણે એક પરિણીતાએ પોતાનો જીવ આપી દીધો હોવાની ઘટના સામે આવી છે. શહેરના ઇસ્કોન બ્રિજ પરથી એક પરણિતાએ ઝંપલાવી આપઘાત કર્યો હતો.

ઘણા મહિના સુધી તેની સારવાર ચાલી પરંતુ તેમ છતાં તેના સાસરિયાઓ તેની તબિયત પૂછવા માટે આવ્યા પણ નહિ. જો કે, ત્રાસ આપનાર સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાઇ છે અને પોલીસ તેમને શોધી પણ રહી છે.ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર, ક્રિષ્નાએ વર્ષ 2020માં અમિત ઉર્ફે આકાશ ચાવડા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના ચાર મહિના બાદથી જ સાસુ-સસરા, નણંદ અને ફોઈજીએ તેને ત્રાસ આપવાનું શરૂ કર્યું.ઘણીવાર દહેજને લઈને અને પતિથી છૂટું કરવા માટે સાસરિયાઓ દબાણ કરતા.

18 જાન્યુઆરીના રોજ તે નોકરીએ ગઈ અને ત્યારે તે અડધો દિવસ ભરી મિત્રના લગ્નમાં જવાની હતી પણ આ પહેલા જ તેણે ઇસ્કોન બ્રિજ પરથી ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો. જો કે, તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ દરમિયાન ક્રિષ્નાએ તેના ભાઈને કહ્યું, હું ઘણા સમયથી રિસામણે છું, સાસુ સસરા ફોઈજી બધા પતિથી અલગ કરવા ત્રાસ આપે છે. પતિ સાથે તેઓ વાત પણ કરવા નથી દેતા. આના કારણે તે સતત ટેન્શનમાં રહેતી.

પતિ અમિતનો કોઈ વાંક નથી. કામ પર હોવું ત્યારે સાસુ સસરાનો ત્રાસ દાયક વાતો મગજમાં ફર્યા કરે. ક્રિષ્નાએ તેના ભાઇને આગળ કહ્યુ- આ લોકોએ મારું ભવિષ્ય અને જિંદગી બગાડી નાખી અને તેના કારણે હું બેચેન રહેવા લાગી. મને જીવવાની આશા જ નથી રહી, જીવવા કરતા મરી જવું વધારે સારું. તેના પરિવારજનો દ્વારા ક્રિષ્નાના સાસરે ફોન પણ કરવામાં આવ્યો હતો અને ત્યારે તેઓએ જવાબ આપ્યો કે, ક્રિષ્ના મરી જાય તો ય અમારે લેવા દેવા નથી.

તે હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી તો પણ તેની તબિયત પૂછવા તેઓ આવ્યા નહોતા. ક્રિષ્નાનું સારવાાર દરમિયાન 12 માર્ચના રોજ મોત થયું હતુ. દીકરીને ન્યાય મળે તે આશાથી ઠાકોર પરિવારે પોલિસમાં ફરિયાદ નોંધાવી. જેને લઈને પોલીસે ઝડપી તપાસ કરી આરોપીઓને પકડવા ટીમો રવાના કરી.

સાસરિયાઓએ ક્રિષ્નાને ઘરમાંથી કાઢી પણ મૂકી હતી અને તે પિયરમાં રહેતી હતી અને તે બાદ તેણે નોકરી ચાલુ કરી હતી. જણાવી દઇએ કે, સાસરિયાઓ દ્વારા વહુને ત્રાસ આપવાની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. ઘણી એવી યુવતીઓ છે જેમણે આ ત્રાસમાંથી મુક્ત થવા પોતાનો જીવ આપી દીધો. પરંતુ આવા મામલે ત્રાસ આપનાર સાસરિયાઓ સામે કાર્યવાહી જરૂરી છે. તેઓને શબક શીખવાડવા માટે પોલીસ દાખલારૂપ કડક કાર્યવાહી કરી રહી છે, જે સરાહનીય પણ છે.

YC