આ આખલાને ખરીદવા માટે લોકોએ હજારો કે લાખોમાં નહિ પરંતુ કરોડમાં લગાવી બોલી, જાણો તેની પાછળનું કારણ

દેશભરમાં ઘણી જગ્યાએ કૃષિ મેલા અને પશુ મેળાના આયોજનો કરવામાં આવતા હોય છે, જેમાં દેશભરમાંથી લોકો પોતાના પશુઓને લઈને આવે છે, અને ઘણા લોકો તે પશુઓને ખરીદવા પણ માંગતા હોય છે. ઘણીવાર ઘણા ખાસ પશુઓની બોલી લાખો કરોડો રૂપિયામાં પણ બોલાતી હોય છે, ત્યારે હાલ એવો જ એક સાંઢની નિલામી વાયરલ થઇ રહી છે.

કર્ણાટકની રાજધાની બેગલુરુમાં ગત દિવસોમાં એક કૃષિ મેળાની અંદર “કૃષ્ણા”નામના એક સાંઢ ચર્ચામાં આવી ગયો. આ સાંઢ માટે લોકોએ 1 કરોડ રૂપિયા સુધીની બોલી લગાવી. કૃષ્ણાના માલિકનું કહેવું છે કે માર્કેટમાં આ સાંઢના સીમેનની ખુબ જ માંગ છે, તેના સીમેનનો એક ડોઝ એક હજાર રૂપિયામાં વેચાય છે. મેળાની અંદર આ સાંઢ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર પણ બન્યો હતો. લોકોએ તેની સાથે સેલ્ફી પણ લીધી.

તમને જણાવી દઈએ કે ચાર દિવસીય આ કૃષિ મેળો દર વર્ષે કોઈના કોઈ કારણે ચર્ચામાં રહેતો હોય છે. આ વખતે આ મેળો કૃષ્ણા સાંઢના કારણે ચર્ચામાં રહ્યો છે. કૃષ્ણાના માલિક પ્રમાણે હલ્લીકર બ્રીડના આ સાંઢના સીમેનની ખુબ જ માંગ હોય છે. આ જાતીના જેટલા પણ દુધાળા પ્રાણીઓ જન્મે છે તે એ2 પ્રોટીન વાળા દૂધ માટે ઓળખવામાં આવે છે.


જો કે આ પ્રજાતિ ધીમે ધીમે વિલુપ્ત થઇ રહી છે. જેના કારણે આ સાંઢને ખરીદવા માટે વ્યપારીયોએ 1 કરોડ સુધીની બોલી લગાવી દીધી. કૃષ્ણા સાંઢની ઉંમર સાડા ત્રણ વર્ષની હાલમાં છે. ન્યુઝ એજન્સી એએનઆઈ દ્વારા પણ આ ઘટનાને ટ્વીટ કરીને જણાવવામાં આવી છે. સાથે જ તસવીરો પણ શેર કરી છે.

Niraj Patel