રૂમમાં મોબાઈલ ઉપર ઓનલાઇન અભ્યાસ કરી રહ્યા હતા ભાઈ બહેન, ત્યારે અચાનક મોબાઈલ ફાટ્યો, પાડોશીઓના ઘર સુધી અવાજ પહોંચ્યો અને………

કોરોના વાયરસના કારણે શિક્ષણ ઓનલાઇન બની ગયું અને છેલ્લા બે વર્ષથી બાળકો પણ મોબાઈલ ફોન દ્વારા જ શિક્ષણ લઇ રહ્યા છે, હજુ પણ શાળા કોલેજોમાં પૂરતી હાજરી નથી જોવા મળી રહી અને બાળકો પણ ઓનલાઇન જ શિક્ષણ લે છે અને પરીક્ષાઓ પણ ઓનલાઇન માધ્યમથી જ આપતા હોય છે. ત્યારે હવે ઓનલાઇન શિક્ષણ મેળવતા બાળકો માટે મોબાઈલ ફોન પણ ફરજીયાત બન્યો છે.

દેશભરમાં મોબાઈલ ફોન ફાટવાની ઘટનાઓ પણ ઘણી સામે આવતી રહે છે, જેમાં કેટલાક લોકોના જીવ પણ ચાલ્યા જતા હોય છે તો કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ પણ થતા હોય છે. ત્યારે હાલ એક એવી જ ઘટના સામે આવી છે, જેમાં ઓનલાઇન શિક્ષણ લઇ રહેલા બે ભાઈ બહેનની સામે રહેલો મોબાઈલ ફાટ્યો હતો.

આ ઘટના બની છે રાજસ્થાનના કોટા શહેરમાં. અહીંયા એક ઘરની અંદર મોબાઈલ ફોનની બેટરીમાં મોટો ધમાકો થયો હતો. ધમાકા સાથે મોબાઇલની બેટરીના ફોતરાં નીકળી ગયા હતા. આ દુર્ઘટનાની અંદર અભ્યાસ કરી રહેલા બહેન અને ભાઈ પણ બળી ગયા હતા. સારું રહ્યું કે બંને ભાઈ બહેનોને વધારે ઈજાઓ ના પહોંચી. જો કે આ ઘટના બાદ બંને બાળકો અને તેમના માતા પિતા પણ ડરી ગયા છે.

આ દુર્ઘટના કોટા શહેરના તલવંડી વિસ્તારમાં બની હતી. મળતી માહિતી પ્રમાણે મોબાઇ ફાટવાના કારણે અયનના નામના વિધાર્થી હાથ ઉપર દઝાયો છે. તો તેની બહેન શ્રુતિનો ચહેરો પણ દાઝી ગયો છે. આ ઘટના બાદ આસપાસના વિસ્તારના લોકો પણ હેરાન રહી ગયા હતા. જો કે હજુ સુધી મોબાઈલ ફાટવાનું કારણ નથી જાણી શકાયું.

તમને જણાવી દઈએ કે આ ઘટના ઘટી ત્યારે બંને ભાઈ બહેન અભ્યાસ કરી રહ્યા હતા. તેમને પુસ્તકોની પાસે મોબાઈલ ફોન રાખ્યો હતો. તો થોડા સમય પહેલા જ મોબાઈલ ફોનની બેટરી પણ બદલવામાં આવી હતી. માનવામાં આવી રહ્યું છે કે મોબાઈલમાં જે નવી બેટરી નાખવામાં આવી હતી તેના કારણે જ સમસ્યા સર્જાઈ અને વિસ્ફોટ થઇ ગયો.

જાણવા મળી રહ્યું છે કે બેટરી ફાટવાનો અવાજ એટલો ભીષણ હતો કે તેને આસપાસના પાડોશીઓએ પણ સાંભળ્યો. તો આ તરફ મોબાઈલ ફાટતા જ બંને બાળકો તેમના માતા પિતા તરફ ભાગ્યા. આ જોઈને તેમના માતા પિતાના પણ હોશ ઉડી ગયા. તેમને બાળકોને સાચવીને રાખ્યા અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા. આ ઘટના શનિવારે રાત્રે 12 વાગ્યાની આસપાસની જણાવવામાં આવી રહી છે. બેટરી ફાટવાથી ટેબલ ઉપર પણ આગ લાગી ગઈ. આ મોબાઈલ MI કંપનીનો હતો.

Niraj Patel