આ વિદેશી મહિલાએ પહેલીવાર માણ્યો અલગ અલગ પાણી વાળી પાણીપુરીનો સ્વાદ, લસણીયા પાણી વાળી પુરી ખાધા પછી કહ્યું એવું કે… જુઓ વીડિયો

પાણીપુરીની લારી પર જઈને કોરિયન મહિલા અલગ અલગ ફ્લેવરની પાણીપુરી ટ્રાય કરવા લાગી, લોકોએ કહ્યું, “ઓરીજીનલ ટ્રાય કરો, ભૈયાજીના પરસેવા વાળી..” જુઓ વીડિયો

પાણીપુરીના શોખીનો તો આપણા દેશમાં તમને ઠેર ઠેર મળી જશે. તેમાં પણ છોકરીઓ તો પાણીપુરીની લારી જોઈને પાગલ જ બની જતી હોય છે. આજે બજારની અંદર અલગ અલગ પ્રકારની પાણીપુરી મળે છે. પાણીપુરીની લારી પર તમને અલગ અલગ પ્રકારના ફ્લેવર વાળી પાણીપુરી પણ મળી જશે. ત્યારે જો કોઈ વિદેશી મહિલા આવી પાણીપુરી પહેલીવાર ખાય તો તેના રિએક્શન કેવા હશે ?

હાલ એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક કોરિયન મહિલા અલગ અલગ ફ્લેવર વાળી પાણીપુરીનો સ્વાદ માણતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં આ દક્ષિણ કોરિયન મહિલાને 10 અલગ અલગ પ્રકારની પાણીપૂરી ખાતા અને તેને રેટિંગ આપતા પણ જોઈ શકાય છે. આ વીડિયોને મેગી કિમ નામની યુઝર્સ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.

આ વીડિયોમાં મેગીને સાડી પહેરીને પાણીપુરીની લારી પાસે ઉભેલા જોઈ શકાય છે. તે આંબલી, હાજમાં, હિંગ, જલજીરા, ફુદીના, લસણ અને અલગ અલગ ફ્લેવરની પાણીપુરી ટ્રાય કરી રહી છે. તે એક એક પાણીપુરી ખાય છે અને તે ક્યાં ફેલવરની છે અને તેને કેટલા રેટિંગ આપ્યા છે એ પણ જણાવી રહી છે. આ દરમિયાન તેને લસણીયા પાણી વાળી પાણીપુરી સૌથી વધારે પસંદ આવી હોય તેમ લાગે છે. જેને કારણે તેણે 10માંથી 10 રેટિંગ પણ આપ્યા.

 

View this post on Instagram

 

A post shared by Meggy Kim (@meggykim_)

હવે આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ આ વાયરલ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક વ્યક્તિએ કોમેન્ટ કરીને કહ્યું છે કે ભારતીય લોકો સાથે આ લોકોનો ટેસ્ટ થોડો અલગ છે. ભારતવાળાને આંબલીનું પાણી વધારે પસંદ આવે છે. તો એક વ્યક્તિએ કહ્યું તમારે ઓરીજીનલ પાણીપુરી ટેસ્ટ કરવી જોઈએ, જેમાં ભૈયાજીનો પરસેવો પણ ઉમેરાય છે.”

Niraj Patel