આ છોકરીએ ઝોમેટો પરથી મંગાવ્યું સૌથી લો રેટિંગ વાળું જમવાનું… પાર્સલ આવ્યું અને ખોલીને ટેસ્ટ કર્યો પછી… જુઓ વીડિયો

જયપુરમાં બેસીને આ કોરિયન બ્લોગરે મગાવ્યું સૌથી ખરાબ રેટિંગ અને રિવ્યુ વાળા રેસ્ટોરન્ટમાંથી જમવાનું… ટેસ્ટ કરવાની સાથે જ બોલી… વાયરલ થયો વીડિયો

આજ કાલ લોકો પાસે સમય ઓછો અને કામ વધારે છે, જેના કારણે આજે ઓનલાઇન ફૂડ ડિલિવરીનું ચલણ પણ ખુબ જ વધી ગયું છે. ઘણા લોકો ઘરે કે ઓફિસમાં બેઠા બેઠા જ પોતાના મનગમતા રેસ્ટોરન્ટમાંથી જમવાનું ઓર્ડર કરી દેતા હોય છે. તો ઘણીવાર લોકો કંઈક નવું ટ્રાય કરવા માટે કેટલાક રેસ્ટોરન્ટના રેટિંગ અને રીવ્યુ પણ ચેક કરતા હોય છે અને પછી જમવાનું ઓર્ડર કરતા હોય છે.

પરંતુ હાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક છોકરી હાઈ રેટિંગ નહિ પરંતુ સૌથી લો રેટિંગ વાળું ફૂડ ઓર્ડર કરે છે. આ વાયરલ વીડિયો મેગી કિમ નામની કન્ટેન્ટ ક્રિએટરે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોમાં મેગીને જયપુરમાં ઝોમેટોની સૌથી ખરાબ રેટિંગવાળી રેસ્ટોરન્ટનો પ્રયાસ કરતા જોઈ શકાય છે. તેણે હાઉસ ઓફ ચાઈના નામની રેસ્ટોરન્ટમાંથી ફૂડનો ઓર્ડર આપ્યો હતો.

મેગી કિમે શાકાહારી પ્લેટ મંગાવી હતી અને તેને ટેસ્ટ કરવાના ચક્કરમાં તેણે પોતાનું શાક પણ ઢોળી નાખ્યું. આ પછી તેણે કઢી સાથે ભાતનો સ્વાદ ચાખ્યો. મેગીએ ભાત સાથે દાળ પણ ખાધી અને રાયતું પણ મિક્સ કર્યું. જો કે, તેને જમવાનું એટલું બધું પસંદ આવ્યું કે તેણે આખી પ્લેટ પૂરી કરી દીધી. તેણે હસીને કહ્યું, “મેં બધું ખતમ કરી દીધું. કદાચ મારી પસંદગી સૌથી ખરાબ છે.”

 

View this post on Instagram

 

A post shared by Meggy Kim (@meggykim_)

કોમેન્ટ સેક્શનમાં ઈન્સ્ટાગ્રામ યુઝર્સ તરફથી ઘણી પ્રતિક્રિયાઓ સાથે વીડિયો વાયરલ થયો હતો. કેટલાક લોકોએ તેને બીજી રેસ્ટોરન્ટનું ફૂડ ટ્રાય કરવાનું કહ્યું. એક યુઝરે લખ્યું, “વિદેશીઓને સૌથી ખરાબ ફૂડ ગમશે, કારણ કે સૌથી ખરાબ ફૂડમાં ભારતની બહારના મસાલા કરતાં વધુ મસાલા હોય છે.” અન્ય યુઝર્સે ટ્વીટ કરી, “ભોજન માત્ર સ્વાદિષ્ટ હોવું જોઈએ, રેટિંગથી કોઈ ફરક પડતો નથી.”

Niraj Patel