વિશાળકાય કોમોડો ડ્રેગન લફાક દઈને ગળી ગયું આખું હરણ, વીડિયો જોઈને તમારા મોઢામાંથી પણ નીકળી જશે… “ઓ બાપા…” જુઓ

ઇન્ટરનેટ ઉપર પ્રાણીઓના શિકારના ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. ઘણા પ્રાણીઓને શિકાર કરતા જોઈને આપણા મોઢામાંથી પણ આહ.. નીકળી જતી હોય છે. હાલ એવો જ એક વીડિયો ઇન્ટરનેટ ઉપર ધૂમ મચાવી રહ્યો છે જેમાં એક વિશાળકાય કોમોડો ડ્રેગન એક હરણને આખે આખું ગળી જતી જોવા મળી રહી છે.

29 સેકન્ડના વાયરલ વીડિયોમાં કોમોડો ડ્રેગન હરણના બચ્ચાને પોતાનો ખોરાક બનાવતા જોઈ શકાય છે. આ મહાકાય પ્રાણી જમીન પર મૃત બાળક હરણને મોઢાથી ઉઠાવે છે અને પછી તેને બે-ત્રણ ફટકામાં આખી ગળી જાય છે. કેટલાક લોકોએ આ ચોંકાવનારી ક્ષણને કેમેરામાં ફિલ્માવી હતી, જેનો વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી ફેલાઈ રહ્યો છે.

આ વીડિયો તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે, અત્યાર સુધી આ વીડિયોને કરોડો લોકો નિહાળી ચુક્યા છે. તેમજ સેંકડો યુઝર્સે આ અંગે પ્રતિભાવો આપ્યા હતા. મોટાભાગના યુઝર્સ આ દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા, તો કેટલાકે કહ્યું કે તે ડાયનાસોર જેવો દેખાય છે. જ્યારે કેટલાકે કહ્યું કે એવું લાગે છે કે આપણે ‘જુરાસિક પાર્ક’ના યુગમાં પહોંચી ગયા છીએ.

કોમોડો ડ્રેગન મોનિટર લીઝર્ડ તરીકે પણ ઓળખાય છે. તે કોમોડો, રિન્કા, ફ્લોરેસ, ગીલી મોટાંગ અને ગીલી દસામીના ઇન્ડોનેશિયાના ટાપુઓમાં જોવા મળે છે. તે કદમાં ગરોળીની પ્રજાતિઓમાં સૌથી મોટી છે. તે લંબાઈમાં 3.5 મીટર સુધી વધી શકે છે, અને 136 કિગ્રા વજન સુધી વધી શકે છે.

Niraj Patel