ખરાબ સમાચાર : “સાથ નિભાના સાથિયા”ની આ અભિનેત્રી થઇ હોસ્પિટલમાં દાખલ, જાણો શું થયું

સ્ટાર પ્લસ પર પ્રસારિત થયેલ ટીવી શો “સાથ નિભાના સાથિયા”એ દર્શકો વચ્ચે સારી એવી ઓળખ બનાવી છે. તેના ઘણા કલાકારો આ શો બાદ ફેમસ થઇ ગયા છે, તેમજ કોકિલા અને ગોપી વહુનો ડાયલોગ પણ છેલ્લા દિવસોમાં ઘણો ચર્ચામાં રહ્યો હતો.

સાથિયાની કોકિલા મોદીએ આ શોથી તેમની એક અલગ ઓળખ બનાવી છે. કોકિલા બેન મોદી એટલે કે રૂપલ પટેલ વિશે હાલ સમાચાર સામે આવી રહ્યા છે. રીપોર્ટ્સ અનુસાર રૂપલ પટેલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં એડમિટ કરવાનું કારણ હાલ જાણવા મળી શક્યુ નથી.

રૂપલ પટેલની હોસ્પિટલમાં દાખલ થવાની ખબરો બાદથી જ ચાહકો તેમની સારા સ્વાસ્થ્યની માટે દુઆ કરી રહ્યા છે. આ ખબરોને લઇને હાલ રૂપલ પટેલનું પણ કોઇ રિએક્શન સામે આવ્યુ નથી. તેમના પતિએ આ ખબરો પર રિએક્ટ કર્યુ છે અને કહ્યુ કે રૂપલ હવે ઠીક છે ચિંતાની કોઇ વાત નથી

કરિયરની વાત કરીએ તો, રૂપલ પટેલે ના માત્ર ટીવી શોમાં કામ કર્યુ છે. તેમણે વર્ષ 1985માં ફિલ્મ “મહક”થી તેમના અભિનય કરિયરની શરૂઆત કરી હતી. આ ઉપરાંત તેમણે અંતરાનંદ, સુરત કા સાતવાં ઘોડા, મેમો, સમર, પહેચાન જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યુ છે.

અભિનેત્રીએ વર્ષ 2011માં ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો. તેમનો પહેલો ટીવી શો શગુન હતો. પરંતુ તેમને અસલ ઓળખ તો “સાથ નિભાના સાથિયા”થી મળી હતી. આ ધારાવાહિકથી તેઓ ઘરે ઘરે ફેમસ થઇ ગયા હતા.

આ શો ઉપરાંત તેઓ જાને કયા બાત હુઇ, મોહિની, યે રિશ્તે હે પ્યાર કે, ગેંગ્સ ઓફ ફિલ્મીસ્તાનમાં પણ નજર આવી ચૂક્યા છે. રૂપલ પટેલે એક ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે જયારે મારો સાથ નિભાના સાથિયાની સિક્વલ માટે સંપર્ક કરવામા આવ્યો હતો ત્યારે તે માત્ર એક મહિના માટે જ હતુ. તે બાદ તેઓ શોથી બહાર થઇ ગયા હતા. તેમણે કહ્યુ કે મેં આ સિઝનની નાની સફર માટે હા કહ્યુ હતુ કારણ કે કોકિલા બેન અને રૂપલ પટેલના બધા પ્રશંસકોનો આભાર છે.

Shah Jina