1 નવેમ્બરથી બદલાઈ જશે આ નિયમો, રેલ્વે,LPG બુંકિગથી બેંકિંગમાં થશે ફેરફાર

દેશમાં આવતીકાલથી એટલે કે 1 નવેમ્બરથી ઘણા નિયમો બદલાઈ રહ્યા છે અને ઘણા ફેરફારો લાગુ કરવામાં આવી રહ્યા છે. તેમાં એલપીજી સિલિન્ડર બુક કરવાની નવી રીતનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ બેંક ઓફ બરોડાએ તેના ગ્રાહકોને ઝટકો આપ્યો છે અને હવે લોન લેવા પર સર્વિસ ચાર્જ લગાવી દીધો છે. સોમવાર, 1 નવેમ્બરથી દિલ્હીમાં તમામ વર્ગોની શાળાઓ ખોલવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.

સરકારી બેંક ઓફ બરોડાએ તેના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. જો ગ્રાહકે કોઈ પણ પ્રકારની ઓફલાઈન અથવા ઓનલાઈન લોન લીધી હોય અથવા ચોક્કસ સંખ્યા કરતા વધુ વખત ડિપોઝીટ અને ઉપાડ કર્યા હોય તો તેને 150 રૂપિયાનો સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે. બેંકે રકમ ઉપાડવા અને જમા કરાવવા પર 150 રૂપિયાનો સર્વિસ ચાર્જ લગાવ્યો છે. 1લી નવેમ્બરથી રેલવેનું ટાઈમ ટેબલ પણ બદલાશે. આનાથી તમામ ટ્રેનોના આગમન અને ઉપડવાનો સમય પણ બદલાશે.

બેંક ઓફ બરોડાની સેવાઓ મોંઘી : બેંક ઓફ બરોડાની સેવાઓ મોંઘી થશે. બેંક ઓફ બરોડામાંથી ત્રણ વખત પૈસા ઉપાડવાનું ફ્રી રહેશે, પરંતુ તે પછી 150 રૂપિયાની ફી ચૂકવવી પડશે. આ ફી લોન માટે પણ ચૂકવવી પડશે. જ્યારે ત્રણ વખતથી વધુ પૈસા જમા કરાવવા પર 40 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. જો કે, જન ધન ખાતાઓ પર આવા કોઈ શુલ્ક લેવામાં આવશે નહીં.

રેલવે ટ્રેનોની અવરજવર બદલાશે : રેલવેની ઘણી ટ્રેનોના અવરજવરનો ​​સમય બદલાશે, કારણ કે 1 નવેમ્બરથી રેલવેનું ટાઈમ ટેબલ પણ બદલાઈ જશે. મળતી માહિતી મુજબ 100થી વધુ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર થશે. પેસેન્જર ટ્રેનો ઉપરાંત ગુડ્સ ટ્રેનો અને કેટલીક રાજધાની એક્સપ્રેસના સમયપત્રકમાં પણ ફેરફાર થઈ રહ્યા છે.

એલપીજી માટે ઓટીપી બુકિંગ : સરકારે એલપીજી માટે વોટ્સએપ અને ઓટીપી આધારિત બુકિંગ સેવા પણ શરૂ કરી છે. તેમાં LPG સિલિન્ડર માટે ગ્રાહકના રજિસ્ટર્ડ નંબર પર OTP મોકલવામાં આવશે. આ OTP ગ્રાહકે સિલિન્ડર લેતી વખતે તેની ગેસ એજન્સીના એજન્ટ સાથે શેર કરવાનો રહેશે. રાંધણ ગેસના ગ્રાહકો આ સેવાનો લાભ લઈ શકે છે. તે જ સમયે, સરકાર દર મહિને એલપીજી ગેસના ભાવની સમીક્ષા પણ કરે છે. આવી સ્થિતિમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત પણ વધી શકે છે.

જૂના સ્માર્ટફોનમાં વોટ્સએપ નહીં ચાલે : કેટલાક સ્માર્ટફોનમાં WhatsApp સેવાઓ કામ કરશે નહીં. વોટ્સએપે પહેલાથી જ માહિતી આપી છે કે 1 નવેમ્બરથી તેની સેવાઓ ઘણા જૂના વર્ઝન એન્ડ્રોઇડ ફોનમાં કામ કરશે નહીં. વોટ્સએપ અનુસાર, તેની સેવાઓ એન્ડ્રોઇડ 4.0.3, સેન્ડવિચ અને KaiOS વર્ઝન પર કામ કરશે નહીં.

YC