આ ફ્લેટમાં છૂપાયેલુ છે રસોડું, બાજ જેવી તિક્ષ્ણ નજરવાળાને જ દેખાશે

એક ફ્લેટ કોષ વેંચવાનો છે. પરંતુ આ ફ્લેટ જોયા બાદ લોકો મૂંઝવણમાં મુકાઈ ગયા છે. કારણ કે તેમને તેમાં રસોડું મળતુ નથી. જો કે રસોડું દરેકની નજર સામે જ છે. છતા પણ લોકો તેને જોઈ શકતા નથી. ખરેખર રસોડાને બહુ ચાલાકીથી છુપાવવામાં આવ્યું છે. હકીકતમાં, રસોડાને એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે કે જ્યારે જરૂર હોય ત્યારે જ તે બધાને દેખાશે. બાકીનો સમય તે લોકોની નજરથી છુપાયેલુ રહેશે.

આ વૈભવી ફ્લેટ યુકેમાં છે : આ ફૂલ ફર્નિશ્ડ ફ્લેટ લંડનના ચેલ્સિમાં કિંગ્સ રોડ પાસે સ્થિત છે, જેનું 7 દિવસનું ભાડું 800 પાઉન્ડ (82 હજાર રૂપિયા) છે. ફૂલ ફર્નિશ્ડ હોવા ઉપરાંત, આ ઘર સલામત અને સ્ટાઇલિશ પણ છે.

ઘરમાં હાજર લાઇબ્રેરી એક છેતરપિંડી : જો કે, એપાર્ટમેન્ટની આ તસવીરો જોઈને લાગે છે કે તે એક ભવ્ય પુસ્તકાલય છે. પરંતુ જ્યારે તમે બુકશેલ્ફ પર રાખેલ લેધરના કવરવાળા પુસ્તકોને નજીકથી જોશો, ત્યારે તમે સ્તબ્ધ થઈ જશો. કારણ કે બુકશેલ્ફ માત્ર એક છેતરપિંડી છે. કારણ કે આની પાછળ રસોડું છુપાયેલું છે.

રસોડાને ખુબ બારીકાઈથી છૂપાવવામાં આવ્યું છે : એપાર્ટમેન્ટના ડિસ્ક્રિપ્શનમાં જણાવવામાં આવ્યું છે કે એપાર્ટમેન્ટના વિશાળ રિસેપ્શન એરિયામાં એક ઓપન પ્લાન કિચન છે, જે બારીકાઈથી લોકોની નજરથી છુપાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, ફ્લેટમાં બિલ્ટ-ઇન સ્ટોરેજ અને આધુનિક બાથરૂમ પણ છે.

2.96 કરોડમાં વેચવામાં આવી રહ્યું છે ઘર : તમને જણાવી દઈએ કે, ગયા મહિને, મેસેચ્યુસેટ્સમાં આગથી ગંભીર રીતે નુકસાન પામેલા આ ઘરને 399,000 ડોલર (રૂ. 2.96 કરોડ) માં વેચવામાં આવી રહ્યું છે. આ 1,857 ચોરસ ફૂટની પ્રોપર્ટી સંપૂર્ણ રીતે બળી ગઈ હતી. ફાયર ફાઈટરોએ આગને કાબૂમાં લેવા અને લોકોને બચાવવા માટે અંદર દિવાલો અને છત તોડી નાખવી પડી હતી. ત્યાર બાદ આ ઘરને ઘણુ નુકશાન થયું.

YC