ફેણ ફેલાવીને ઉભા હતા 5-5 નાગ, છતાં આ વ્યક્તિ નીડર થઈને તેમને ચુંબન કરી રહ્યો હતો, વીડિયો રૂંવાડા ઉભા કરી દેશે

આ નજારો જોઈને તો તમારા રૂંવાડા પણ ઉભા થઇ જશે, પાંચ કિંગ કોબ્રા સાથે રમતો જોવા મળ્યો આ વ્યક્તિ, ફેણ ફેલાવીને ઉભા રહેલા નાગને કિસ પણ કરી, જુઓ વીડિયો

Kiss five dangerous king cobras : સાપનું નામ સાંભળતા જ લોકોના રૂંવાડા ઉભા થઇ જતા હોય છે.  કારણ કે સાપ જો ડંખ મારી દે તો માણસનું બચવું પણ ખુબ જ મુશ્કેલ હોય છે, એટલે જો સાપ જોવા મળે ત્યારે સૌથી પહેલું કામ તેનાથી દૂર ભાગવાનું કરવું પડે છે અને પોતાનો જીવ બચાવવો પડે છે. પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જે સાપ પકડવામાં માહેર હોય છે અને સાપ સાથે મજાક મસ્તી પણ કરતા હોય છે, જેના વીડિયો જોઈને આપણા રૂંવાડા પણ ઉભા થઇ જાય.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ 5 સાપને ડર્યા વગર કિસ કરી રહ્યો છે. તેનો વીડિયો જોઈને બધા ચોંકી ગયા છે. વીડિયોમાં એક વ્યક્તિ ખતરનાક 5 કિંગ કોબ્રા સાથે રમતા જોવા મળી રહ્યો છે. પહેલા તે આ સાપો સાથે રમે છે અને પછી તેમને જોતા જ તેમની ફેણને કિસ કરવા લાગે છે.

આ જોઈને બધાના રૂંવાડા ઉભા થઈ ગયા. જ્યાં માત્ર કોબ્રાને જોઈને શ્વાસ અટકી જાય છે, ત્યાં આ વ્યક્તિને 5-5 ઝેરી સાપ જોઈને લોકોના અલગ-અલગ અને ચોંકાવનારા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે. આ ચોંકાવનારો અને રૂંવાડા ઉભા કરતો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા એકાઉન્ટ @earth.reel પરથી શેર કરવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Earth Reels (@earth.reel)

આ પોસ્ટ પર કેપ્શન લખવામાં આવ્યું છે- ‘મને કહો કે તમે આ માણસની હરકતો વિશે શું વિચારી રહ્યા છો?’ આ વીડિયો અને તે વ્યક્તિનું નીડર કામ જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. મોટાભાગના સવાલો એ છે કે તે આવું કેમ કરી રહ્યો છે. આ વીડિયો જોયા બાદ કેટલાક લોકો તે વ્યક્તિને સ્નેક મેન પણ કહી રહ્યા છે.

Niraj Patel