ગુજરાતના લોકપ્રિય ગાયક કિર્તીદાન ગઢવી હાલ અમેરિકાની અંદર પોતાના ડાયરાની જમાવટ જમાવી રહ્યા છે, અમેરિકામાં વસતા ગુજરાતીઓ પણ તેમના ડાયરાના તાલ ઉપર ઝૂમી રહ્યા છે. અમેરિકામાં કિર્તીદાન છેલ્લા ઘણા સમયથી ડાયરના કાર્યક્રમો કરી રહ્યા છે અને તેમના ડાયરામાં ડોલરનો વરસાદ થતો પણ જોવા મળી રહ્યો છે.
કિર્તીદાનને સુરસમ્રાટ કહેવાય છે અને તેમને ડાયરા કિંગ પણ કહેવામાં આવે છે, ત્યારે હાલ તો તે પોતાના અવાજનો જાદુ અમેરિકામાં ચલાવી રહ્યા છે. તેમના ડાયરાની અંદર અમેરિકામાં વસતા ગુજરાતીઓ મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહે છે અને મહિલાઓ પણ કિર્તીદાનના આ ડાયરાઓમાં ડોલરિયો વરસાદ કરતી જોવા મળે છે.
કિર્તીદાન સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને અમેરિકામાં કરી રહેલા આ ડાયરા કાર્યક્રમોની ઝાંખી પણ તે તસવીરો અને વીડિયોમાં શેર કરે છે, આ ઉપરાંત જયારે તેમનો ડાયરો શરૂ થયા છે ત્યારબાદ તે તેમના સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મથી લાઈવ પણ આવે છે અને ભારતમાં રહેતા ગુજરાતીઓને પણ આ ડાયરાનો લ્હાવો મળે છે.
કિર્તીદાન પાસે અવાજનો જાદુ છે, અને એટલે જ તેમના આ જાદુમાં સાંભળનારા પણ તણાઈ જાય છે. એવું જે એક દૃશ્ય લાસ વેગાસમાં થયેલા એક ડાયરા કાર્યક્રમની અંદર જોવા મળ્યું હતું, જયારે કિર્તીદાને હાર્મોનિયમના સુર સાથે લાડકી ગીત છેડ્યું.
લાડકી ગીતના શબ્દો સાથે પોતાના ભાવ ઉમેરી અને કિર્તીદાને ગીતને એ રીતે રજૂ કર્યું કે સાંભળનારાની આંખોઆંથી ધડધડ આંસુઓ વહેવા લાગ્યા હતા. અમેરિકામાં વસ્તી ગુજરાતી બહેનો પણ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી હતી, જે કિર્તીદાન દ્વારા શેર કરવામાં અવાયેલા લાઈવ વીડિયોમાં પણ જોવા મળ્યું હતું.
કીર્તિદાન ગઢવી 16 સપ્ટેમ્બરથી અમેરિકાના પ્રવાસે છે. અમેરિકાનાં અલગ અલગ શહેરોમાં વસતા ગુજરાતીઓ દ્વારા કીર્તિદાન ગઢવીના લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. લાસવેગાસમાં કીર્તિદાન ગઢવીનો 33મો અને છેલ્લો લોકડાયરો યોજાયો હતો. જેમાં ગુજરાતીઓ મન મૂકીને ડોલરનો વરસાદ કર્યો હતો.
આ પહેલા કિર્તીદાને ડલ્લાસ, હ્યુસ્ટન, ન્યૂજર્સી, એટલાન્ટા જેવા સ્થળો ઉપર પણ કુલ 32 ડાયરા કાર્યક્રમો કર્યા હતા. લાસવેગાસમાં કરવામાં આવેલા આ છેલ્લા અને 33માં ડાયરા સાથે જ કિર્તીદાન ગઢવી અમેરિકાની ધરતી પર 33 લોકડાયરા કરનાર પ્રથમ ગુજરાતી કલાકાર બન્યા છે.