અમેરિકામાં કિર્તીદાન ગઢવીના કાર્યક્રમો અને ત્યાં થયેલા ડોલરિયા વરસાદ પાછળનું કારણ જાણો છો ? ગર્વ થશે વાંચીને

અમેરિકામાં સુરસમ્રાટ કીર્તિદાને ગરીબ દીકરીઓ માટે 100 કરોડના…સમગ્ર વિગત જાણીને સલામ કરશો એ પાક્કું- જાણો વિગત

ગુજરાતના ડાયરા સમ્રાટ અને સૌરાષ્ટ્રનું ગૌરવ ગણાતા લોકગાયક કિર્તીદાન ગઢવી અઢી મહિના અમેરિકાની ધરતી ઉપર ગરબા અને ડાયરાના કાર્યક્રમો કરીને પરત ફર્યા છે. અમેરિકાથી પરત ફરવા ઉપર કિર્તીદાન ગઢવીનું શાનદાર સ્વાગત પણ કરવામાં આવ્યું, જેના વીડિયો અને તસવીરો પણ સામે આવી હતી.

કિર્તીદાન ગઢવીએ અમેરિકામાં અઢી મહિના દરમિયાન 33 શો કર્યા છે. કિર્તીદાન ગઢવી ગુજરાતની ગરીબ અને જરૂરિયાતમંદ કન્યા માટે લાડકી ફાઉન્ડેશન બનાવી એક અનોખી પહેલ કરી છે. કીર્તિદાને 100 કરોડના લાડકી પ્રોજેક્ટ થકી ગુજરાતની જરૂરિયાતમંદ બાળકીની મદદમાં રહેશે.

ગરીબ બાળકીઓના અભ્યાસ અને ઉછેર માટે કીર્તિદાને ‘લાડકી’ફાઉન્ડેશન નામનું ટ્રસ્ટ બનાવ્યું છે. તેમનાં આ ટ્રસ્ટને કરોડો રૂપિયાનું અનુદાન મળ્યું છે. લોકસેવા અને સમાજસેવાના માધ્યમથી તેઓ ગરીબ અને જરૂરિયાતમંદ બાળકીઓ માટે આ ટ્રસ્ટ થકી સહાય કરતા રહેશે.

વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા હજારો ભારતીયોની હાજરીમાં લોકગાયક કીર્તિદાનનું સન્માન કરાયું છે, ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ ગુજરાતી કલાકાર દ્વારા વિદેશની ધરતી પર 33થી વધુ પ્રોગ્રામ કર્યા હતા. તેઓ આ કાર્યક્રમો દ્વારા આવનારા દિવસોમાં અનેક યોજના થકી વિશ્વભરની દીકરીઓને પગભર કરવાનું આયોજન કરી રહ્યા છે. આ સાથે કિર્તીદાન ગઢવી વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન અમેરિકા દ્વારા વર્લ્ડ અમેઝિંગ ટેલેન્ટ કેટેગરીમાં તેઓનું નામ સામેલ કરી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

આ પ્રવાસ દરમિયાન કિર્તીદાન ગઢવીને અમેરિકાની વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશનના બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવવામાં આવ્યા છે. વર્લ્ડ અમેઝિંગ ટેલેન્ટ તરીકે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું અને સાથે જ અમેરિકાના ન્યુજર્સી ખાતે વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશનના ફાઉન્ડર એન્ડ CEO મિહિર બ્રહ્મભટ્ટ દ્વારા કિર્તીદાન ગઢવીને સનમાનિત કરવામાં આવ્યા હતાં.

અમેરિકાની ધરતી પર લોકલાડીલા લોકગાયક કીર્તિદાન ગઢવીએ 33થી વધુ સ્ટેજ શો કરનાર પ્રથમ ગુજરાતી કલાકાર બનતા તેમનું સન્માન પણ કરાયું છે. તમને જણાવી દઈએ કે કિર્તીદાન ગઢવી સપ્ટેમ્બર મહિનામાં એમરિકાના પ્રવાસે ગયા હતા, જ્યાં વિવિધ સ્થળો ઉપર નવરાત્રીના પ્રસંગોમાં ગરબાના કાર્યક્રમો અને ત્યારબાદ ડાયરાના કાર્યક્રમો કર્યા હતા. મોટી સંખ્યામાં અમેરિકામાં વસતા ગુજરાતીઓ તેમના કાર્યક્રમોમાં હાજરી આપવા પહોંચ્યા હતા.

નોંધનીય છે કે, કિર્તીદાને ગાયેલી જાણીતી રચના તેરી લાડકી… લાખો લોકોના ઘર ઘરમાં વાગતા હોય છે. વજ્ર જેવો કોઈ પણ કઠણ હ્રદયવાળો વ્યક્તિ પણ આ સોન્ગ સાંભળે તો પીગળી જાય છે. 17 મી સપ્ટેમ્બરે શિકાગોમાં કિર્તીદાન ગઢવી આ રચના રજૂ કરી હતી. આ દરમિયાન ડલાસમાં કીર્તિદાનભાઈ અને બી યુનાઈટેડ સંસ્થાના અમિત પાઠકને વિચાર આવ્યો કે, ગુજરાતમાં અનેક લાડકીઓ, બાળાઓ એવી છે જે ના માં-બાપ આર્થિક રીતે સધ્ધર ન હોવાને કારણે અભ્યાસ કરી શકતી નથી. આવી બાળાઓને આર્થિક અને સામાજિક સહાય આપવામાં આવે તો સમાજ માટે યોગદાન આપ્યું ગણાશે. બસ આ વિચારને અમલમાં મુકવા માટે કીર્તીદાન ગઢવીએ ગાયેલા આ ગીતનું નામ નવા પ્રોજેક્ટને અપાયું છે.

અઢી મહિના બાદ પરત રાજકોટમાં પોતાના ઘરે આવતા રાજકોટ જામનગર રોડ પર માધાપર ચોક નજીક સ્વામી નારાયણ મંદિર નજીક કિર્તીદાન અભિવાદન સમિતિ દ્વારા કિર્તીદાન ગઢવીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં તેમના શુભેચ્છકોએ કિર્તીદાન ગઢવીને ફૂલડે વધાવ્યા હતા અને આ સમયે કિર્તીદાન ગઢવીએ તમામ લોકોનો આભાર માન્યો હતો.

કિર્તીદાન ગઢવીએ અમેરિકામાં 33 જેટલા મોટા કાર્યક્રમો કર્યા અને તેમના ડાયરાના કાર્યક્રમોમાં ડોલરનો વરસાદ પણ થતો જોવા મળ્યો, કિર્તીદાને “લાડકી” પ્રોજેક્ટ અંતર્ગત ગરીબ દીકરીઓને મદદ કરવાનું નક્કી કર્યું છે, તેના કારણે જ તેઓ જયારે અમેરિકાથી ભારત પરત આવ્યા ત્યારે રાજકોટ અને વડોદરામાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ વિશે પણ કિર્તીદાને તેમના સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો છે.

Niraj Patel