માથાભારે કીર્તિ પટેલનો નવો વીડિયો આવ્યો સામે, ચિન્ટુ ગોલ્ડ મેન પર ગાડી અને સોનુ પડાવી લેવાને લઈને એવા આકરા પ્રહારો કર્યા કે…. જુઓ વીડિયો

“જે ગરીબ લોકો હારી જાય તેનું સોનુ પડાવી લે છે ચિન્ટુ બટકો…”, સુરતની કીર્તિ પટેલ શા કારણે આ વ્યક્તિ પર ભરાઈ ગુસ્સે ? જુઓ વીડિયો

કીર્તિ પટેલ ગુજરાતનું એક મોટું નામ બની ગઈ છે. ટિક્ટોક દ્વારા ચર્ચામાં આવેલી કીર્તિ પટેલ તેના સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને અવાર નવાર તેના વીડિયોને લઈને તે ચર્ચામા આવતી હોય છે. ત્યારે હાલમાં જ કીર્તિ પટેલે એક એવો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે જેને લઈને હોબાળો મચી ગયો છે. આ વીડિયોમાં કીર્તિ પટેલ નથી પરંતુ એક ઓડિયો કલીપ તેને શેર કરી છે.

આ વીડિયો પહેલા પણ કીર્તિ પટેલે લાઈવ આવીને આ મુદ્દે વાત કરી હતી. કીર્તિએ લાઈવમાં સુરતના ચિન્ટુ ગોલ્ડમેન પર નિશાન સાધ્યું અને તેને કહ્યું કે તે આઇપીએલની આઈડીઓ ચલાવે છે અને પછી તેમાં લોકો હારી જાય તો તેના ઘરે જઈને તે તેનું સોનુ લઇ આવે છે અને પછી એ સોનાને ઓગાળીને તે પોતાના માટે ઘરેણાં બનાવી લે છે.

વીડિયોમાં કીર્તિ એમ પણ કહે છે કે જે માણસ પૈસા હારી ગયો હતો તે માણસ 2022ની નવી ગાડી ગીરવે મૂકે છે. એના પહેલા જે વચ્ચે માણસ હતો તે ગાડી પહેલા ગોલ્ડ આપે છે અને કહે છે કે પેલો ભાઈ પૈસા આપે પછી ગોલ્ડ પાછું આપી દઈશ અને તેને વચ્ચે વાળાની ગેમ કરી નાખી અને તેના ઘરેણા વેચી નાખ્યા. એનું રેકોર્ડિંગ પણ હું મુકીશ.

ત્યારે કીર્તિએ હવે તેનું ઓડિયો રેકોર્ડિંગ પણ મૂક્યું છે જેમાં બે વ્યક્તિઓ વાત કરતા સંભળાય છે. જેમાં એક વ્યક્તિ શરૂઆતમાં બોલે છે કે ઘરેણાં વેચાઈ ગયા ભાઈ, છ મહિનાની વેલિડિટી હતી તો ઘરેણું વેચાઈ ગયું.” જેના બાદ સામે છેડે રહેલ વ્યક્તિ કહે છે કે એટલે હજુ 3 લાખ આપવાના અને ઘરેણું પણ ગયું અને ગાડી પણ ગઈ એમ.”

ત્યારબાદ ઑડિયોમાં આગળ વ્યક્તિ હા હા કહે છે અને પછી પેલા ભાઈ “ચિન્ટુ ભાઈ આમ…” એમ બોલતા હોય છે ત્યારે જ તેમને વચમાં રોકીને ચીન્ટુભાઈ કહે છે કે “તમે સુરત આવી જાવ હું તમને બધો હિસાબ સમજાવી દઉં.” જેના બાદ પેલા ભાઈ કહે છે કે હવે તમે ઘરેણું પણ વેચી નાખ્યું છે અને ગાડી પણ વેચી નાખી છે તો સુરત આવવાનો શું ફાયદો..”

ત્યારે ચિન્ટુ કહે છે કે “પેલા ભાઈને 10 લાખ રૂપિયા લેવાના છે, તેમાં 5 લાખ 35 હજારનું સોનુ વેચાયું છે અને ગાડી 2 લાખ રૂપિયામાં આપી છે ખાલી. તમે મને 10 લાખ આપી દો તો હું તમને બધી જ વસ્તુ પાછી આપી દઉં.” જેના બાદ પેલા ભાઈ આજીજી કરીને તોડ લાવવાની વાત કરે છે અને ચિન્ટુ એમ પણ કહે છે કે “હું બામણ છું.. મારે ઘરે રૂપિયા નથી લઇ જવાના”

ત્યારે હવે સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને ઘણા લોકો કીર્તિના આ વીડિયો પર અલગ અલગ પ્રકારની કોમેન્ટ પણ કરતા જોવા મળી રહ્યા છે. કીર્તિએ આ વીડિયોની સાથે હેશટેગમાં ગુજરાત પોલીસ પણ લખ્યું છે. આ ઉપરાંત કીર્તિએ સુરત પોલીસને એક અરજીમાં પોતાના જીવને ખતરો હોવાની વાત પણ કરી છે જેની સ્ટોરી પણ તેને સ્ટેટ્સમાં શેર કરી છે.

Niraj Patel