પોરબંદર વાળા મને રોજ મારી નાખવાની ધમકી આપે છે, મારા માં-બાપ વિશે ગંદી ગાળો બોલે છે, હું મારો અવાજ એટલે ઉઠાવું છે કારણકે…

ટીકટોકથી ફેમસ થયેલ કીર્તિ પટેલ અવાર નવાર ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં જ થોડા દિવસ પહેલા તેનો સુરજ ભુવાજી કેસ મુદ્દે વીડિયો વાયરલ થયો હતો, જે બાદ ગઇકાલના રોજ તેણે ફ્લાઇટમાં એરહોસ્ટેસ સાથે થયેલ વિવાદ પર પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.

ત્યારે હવે ફરી એકવાર તેનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે અમદાવાદની યુવતિ દ્વારા કરવામાં આવેલી ફરિયાદ પર ચર્ચા કરતી સંભળાઇ રહી છે. વીડિયોમાં તે કહી રહી છે કે અમદાવાદની જે મેટર છે તે તો હમણા થઇ છે પરંતુ મને ત્રણ ચાર મહિનાથી વીડિયો દ્વારા ઉશ્કેરવામાં અને ટોર્ચર કરવામાં આવે છે. લાઇવ દ્વારા તેને ધમકી આપવામાં આવે છે અને ગાળાગાળી પણ કરવામાં આવે છે.

 

પોરબંદરનો કરણ તેનો ભાઇ નાગરાજ છે તે લોકો બેસીને તે લોકો વારંવાર કીર્તિને મારી નાખવાની ધમકી આપે છે. અમદાવાદની યુવતિ છે તે કોમલ પણ લાઇવ કરે છે અને રોજ મારી નાખવાની ધમકી આપે છે તેમજ ગંદી ગાળો પણ બોલે છે. આ ઉપરાંત મા-બાપ વિરૂદ્ધ પણ બોલે છે. તે વીડિયોમાં કહી રહી છે આ બધી વસ્તુઓના તેની પાસે પ્રુફ પણ છે. આ બધુ તે રજૂ પણ કરશે. કીર્તિ આગળ કહે છે કે હું એટલા માટે અવાજ ઉપાડુ છે કે તમને પણ ખબર પડે કે વાંક કોનો છે અને કોનો નથી.

કીર્તિ કહી રહી છે કે મારો પણ વાંક છે, મેં એમને જવાબ આપ્યો પરંતુ ત્યારે કે જયારે તે લોકો મને લાઇવ કરીને ઉશ્કેરતા હતા. તેઓ ના બોલવાનું પણ તેને બોલતા હતા. કીર્તિ કહે છે કે અમદાવાદમાં કોમલે તેના ભાઇની કાર તોડી નાખી. જે ભરત ભરવાડ કરીને છે. લાઇવ કરીને લાઇવની અંદર બધાની સામે કાર તોડી અને વીડિયો રીલની અંદર શેર પણ કર્યો છે અને લખ્યુ છે કે ભરત ભરવાડના મમરા ભરી નાખ્યા.

કીર્તિ આગળ કહે છે કે આ દરમિયાન તે લોકોએ વસ્ત્રાપુર પોલિસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી હતી કે તેમના ઘરે જઇને કાર તોડી નાખી અને આ બધા સીસીટીવી ફુટેજ પણ તેમની પાસે છે. તેમ છત્તા પણ બીજા દિવસે તે જ વ્યક્તિ લાઇવ કરીને છૂરો લઇને ખેતલાઆપા બેસીને ઉશ્કેરતી હતી કે આવો મળવા એ બધા વીડિયો તેની પાસે છે. તે જગ્યાએ કીર્તિ લોકો તેને મળવા ગયા એ માટે કે સમાધાન થઇ જાય અને રોજ રોજના લાઇવ અને ઝઘડા શું કામ કરવાના. આ લોકો જયારે મળવા ગયા ત્યારે તેણે હાથ ચાલાકી કરી અને તેની પાસે છરો હતો. કીર્તિ કહી રહી છે કે તેણે તેના બચાવ પક્ષમાં જ હાથ ઉપાડ્યો છે.

ભુવા મેટરમાં યુવતી દ્વારા એવું જણાવવામાં આવ્યુ હતું કે તેને બીજા પણ ઘણા લફડા હતા અને માટે તેને તેની સાથે આવું કર્યું છે. તેનું મન ભરાઈ ગયું હશે. ભુવા પણ માણસ હોય છે તેમને પ્રેમ થાય પણ આવી રીતે લોકોની ભાવનાઓ સાથે ચેડાં ના કરાય. કોઈના શરીરનો ઉપયોગ કરીને તેને છોડીના મુકાય. પ્રેમ જરૂરથી થયા પણ કોઈ છોકરી સાથે આવુ ન કરાય.

કિરીટ પટેલ કહે છે કે ભુવા એટલે માણસ પાત્ર કહેવાય, તેને પણ પ્રેમ થાય…વધુમાં કીર્તિક કહે છે કે ધારા કહે છે કે તેને કેટલાક લફડા હતા. લફડા ન કરાય અને જો એ પ્રેમ કર્યો અને નિભાવતો હો ય તો એ માણસ સાચો કહેવાય…પ્રેમ બધાને થાય. ધારા ને હું મારી સાથે સુરત લઇ જવાનીછે , હું જોવ છું કોણ ધરાનો વાળ વાંકો કરે છે કોણ નહિ… તને જીવનભર કોઈ ન સાચવે તો કીર્તિ પટેલ સાચવશે

Shah Jina