આર્યન ખાન સાથે સેલ્ફી લઇ ફસાયા આ અધિકારી, જાણો આખરે કોણ છે આ વ્યક્તિ?

ડગ કેસમાં શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન 7 ઓક્ટોબર સુધી NCB કસ્ટડીમાં હતા અને ગઇકાલે કોર્ટે તેને 14 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે. ત્યારે આર્યન ખાનની જયારે ધરપકડ થઇ હતી, ત્યારે તેની એક સેલ્ફી વાયરલ થઇ હતી. NCB કસ્ટડીમાં શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન સાથે લેવામાં આવેલી સેલ્ફી હવે ચર્ચાનો વિષય બની ગઇ છે. આર્યન ખાન સાથેની સેલ્ફીમાં જે અધિકારી જોવા મળી રહ્યા છે તે કિરણ ગોસાવી છે.


કિરણ ગોસાવીને સેલ્ફી લઇ અપલોડ કરવી મોંઘી પડી ગઇ છે અને હવે તેમની પોલ ખુલી ગઇ છે. મીડિયા રીપોર્ટ અનુસાર હવે તેમના પર ધરપકડની તલવાર લટકી રહી છે. પુણે પોલિસ તેમની 3 વર્ષથી શોધ કરી રહી છે. NCB તરફથી ક્રૂઝ પર જે કાર્યવાહી કરવામાં આવી તેમાં સામેલ કિરણ ગોસાવી પર વર્ષ 2018માં પૂણેમાં 420નો મામલો દાખલ થયો હતો. ત્યારથી પોલિસ કિરણ ગોસાવીની શોધ કરી રહી છે. પુણેના ચિન્મય દેશમુખ નામના યુવકને કિરણ ગોસાવીએ મલેશિયામાં નોકરી અપાવવાના બહાને ત્રણ લાખ રૂપિયા ઠગી લીધા હતા.

ચિન્મયને મલેશિયા મોકલવામાં આવ્યા અને ત્યાં પહોંચ્યા બાદ તેને સમજમાં આવ્યુ કે તેને ફસાવવામાં આવ્યો છે. તે કોઇ રીતે પુણે પરત ફર્યા અને વાપસી બાદ તેમણે કિરણ ગોસાવી વિરૂદ્ધ પૈસા માંગ્યા તો કિરણ ગોસાવીએ તેમને મારી નાખવાની ધમકી આપી હતી. તે બાદ ચિન્મયે કિરણ ગોસાવી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી.પંરતુ ત્યારથી કિરણ ગોસાવી ફરાર હતા. તેમણે નોકરીની લાલચ આપી 3.09 લાખ રૂપિયા પડાવ્યા હતા. હવે અચાનક જ તેઓ શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન સાથે સેલ્ફી ક્લિક કરાવ્યા બાદ ચર્ચામાં આવી ગયા છે. તેમની સેલ્ફી ખૂબ જ વાયરલ પણ થઇ રહી છે. કિરણ ગોસાવી એક પ્રાઇવેટ ડિટેક્ટિવ છે.

ઇન્ડિયન એક્સપ્રેસના એક રીપોર્ટ અનુસાર પુણે પોલિસ કમિશ્નર અમિતાભ ગુપ્તાએ કંફર્મ કર્યુ છે કે કિરણ ગોસાવી એક ધોખાધડી મામલે વોન્ટેડ છે. આ પહેલા NCP પ્રવકતા નવાબ મલિકે પણ આરોપ લગાવ્યા હતા કે મનીષ ભાનુશાળી અને કિરણ ગોસાવીના સંબંધ BJP સાથે છે. તેમને ક્રૂઝ શિપ પર છાપેમારી બાદ NCB અધિકારીઓ સાથે દેખવામાં આવ્યા હતા. મલિકે એ પણ આરોપ લગાવ્યો હતો કે પોતાને મલેશિયાના જાસૂસ ગણાવનાર ગોસાવી પર ઘણા કેસ દાખલ છે અને તેમના કેટલાક NCB અધિકારીઓ સાથે નજીકના સંબંધ છે.

નવભારત ટાઇમ્સના રીપોર્ટ અનુસાર કિરણ ગોસાવી લગભગ 4 અલગ અલગ મામલે આરોપી છે. તેમાંથી એક કેસ મુંબઇના અંધેરી પોલિસ સ્ટેશનમાં વર્ષ 2007માં, 2 કેસ ઠાણેના કપૂરબાવડી પોલિસ સ્ટેશનમાં વર્ષ 2015 અને 2016માં અને એક કેસ પૂણેમાં વર્ષ 2018માં દાખલ કરવામાં આવ્યો છે. NCBએ બુધવારના રોજ કહ્યુ હતુ  કે, રેડમાં સામેલ બે બહારના વ્યક્તિ મનીષ ભાનુશાળી અને કિરણ ગોસાવી સ્વતંત્ર પંચને કારણે ટીમ સાથે જહાજ પર ગયા હતા.

કિરણ ગોસાવી સોશિયલ મીડિયા પર ત્યારે ચર્ચામાં આવ્યા હતા જયારે તેમની આર્યન ખાન સાથે સેલ્ફી વાળી તસવીર વાયરલ થઇ હતી. તે બાદ લોકો એ જાણવા માંગતા હતા કે આખરે આ વ્યક્તિ છે કોણ જેણે NCB કસ્ટડીમાં રહેલા આર્યન ખાન સાથે સેલ્ફી પડાવી તસવીર અપલોડ કરી છે.

Shah Jina