ડાંસ કરતા કરતા કિન્નરોએ આપ્યો રણબીર-આલિયાને આશીર્વાદ, શગુનમાં માંગી અધધધધધધ મોટી રકમ

બોલીવુડના રોયલ કપલને આશીર્વાદ આપવા આવેલા માસીબાએ માંગ્યા અધધધધધધ રૂપિયા પણ મળ્યા ફક્ત આટલા

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન બી-ટાઉનમાં સૌથી હોટ વિષયોમાંથી એક છે.બંને સ્ટાર્સે 14 એપ્રિલે મુંબઈમાં તેમના ઘરે લગ્ન કર્યા હતા. આ લગ્નમાં કપલે તેમના પરિવારના સભ્યો અને ખૂબ જ નજીકના મિત્રોને આમંત્રણ આપ્યું હતું. લોકો આ નવા યુગલને અભિનંદન સાથે તેમના આશીર્વાદ અને ઘણો પ્રેમ આપી રહ્યા છે. શનિવારે નવા કપલને આશીર્વાદ આપવા માટે કિન્નરો રણબીર કપૂર અને આલિયા ભટ્ટના પાલી હિલ્સ સ્થિત ઘરે પહોંચ્યા હતા. રણબીર અને આલિયા ભટ્ટના ઘર વાસ્તુનો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક કિન્નરો વાસ્તુની બહાર ઉભા છે અને રણબીર અને આલિયાને તેમના લગ્ન માટે અભિનંદન આપી રહ્યા છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે રણબીર અને આલિયાના લગ્નની ખુશીમાં કિન્નરો વાસ્તુની બહાર ઉભા છે અને ડાન્સ કરી રહ્યા છે. તેઓ દંપતીના ઘરની બહાર શુકન માંગે છે. મળતી માહિતી મુજબ, તેઓએ આલિયા અને રણબીર પાસેથી 1 લાખ રૂપિયા નેક માંગ્યો હતો.

પરંતુ બાદમાં તેઓ 21 હજાર રૂપિયા લેવા માટે રાજી થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, રણબીર અને આલિયાએ 5 વર્ષના સંબંધો બાદ 14 એપ્રિલે લગ્ન કરીને તેમનો પ્રેમ પૂર્ણ કર્યો. બંને પોતાના નવા જીવનની શરૂઆત કરવા માટે ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છે. લવ બર્ડ્સના લગ્નની તસવીરોની સાથે સાથે લગ્ન બાદની પાર્ટીની તસવીરો પણ સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

લગ્ન પછીના દિવસે રણબીર અને આલિયાના લગ્ન પછીની પાર્ટીમાં બી ટાઉનની ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. શાહરૂખ ખાન, ગૌરી ખાન, કરણ જોહર, કરિશ્મા કપૂરે લાઈમલાઈટ લૂંટી હતી. ઉલ્લેખનીય છે કે, રણબીર કપૂર અને આલિયા ભટ્ટે લગ્નમાં માત્ર ચાર ફેરા લીધા હતા.

Shah Jina