વૈભવી દેશ અમેરિકામાં ગુજરાતી કિંજલ દવેના લેરી લાલા, શેર કરી ખુબ જ શાનદાર તસવીરો, જોઈને ખુશખુશાલ થઇ જશો

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે હાલ અમેરિકાના પ્રવાસ ઉપર છે, થોડા દિવસ પહેલા જ કિંજલ દવેએ પોતે અમેરિકા જતા સમયની કેટલીક તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી હતી, જેના બાદ તે અમેરિકા પહોંચી હતી અને ત્યાંથી પણ તેને કેટલીક તસવીરો પોતાના ચાહકો સાથે શેર કરી હતી.

કિંજલ દવે અમેરિકામાં સ્ટેજ શો કરવા માટે ગઈ છે, જેના ઘણા વીડિયો અને તસવીરો પણ સામે આવી છે, જેમાં જોવા મળી રહ્યું છે કે કિંજલ પોતાના સુર તાલથી અમેરિકામાં રહેતા ગુજરાતીઓને પણ ઝુમાવતી જોવા મળી હતી, ત્યારે હવે કિંજલ દવે સ્ટેજ શો ઉપરાંત અમેરિકામાં ફરવાનો પણ આનંદ માની રહી છે.

કિંજલ સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે, અને પોતાની તસવીરો તેમજ વીડિયો પણ તે શેર કરતી રહે છે. હાલ તે અમેરિકાના પ્રવાસે હોય ત્યાંથી પણ તેના ચાહકો માટે તેની શાનદાર તસવીરો તે શેર કરતી જોવા મળી રહી છે.

કિંજલ દવે દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરો ઉપર ચાહકો પણ ખુબ જ પ્રેમ લૂંટાવી રહ્યા છે. ગણતરીના સમયમાં જ કિંજલ દવેની તસવીરો ઉપર હજારોની સંખ્યામાં લોકો લાઈક કરી રહ્યા છે, સાથે જ કોમેન્ટ કરી અને કિંજલ દવેની સુંદરતાના વખાણ પણ કરતા જોવા મળી રહ્યા છે.

કિંજલ દવેએ પોતાની સ્ટોરીમાં પણ અમેરિકા પ્રવાસની કેટલીક તસવીરો શેર કરી છે, આ સાથે જ પોતાના સોશિયલ મીડિયા ફીડમાં પણ તેને આ તસવીરો શેર કરી છે. કિંજલે એક તસ્વીર શેર કરવાની સાથે કેપશનમાં લખ્યું છે કે, “મારી પાસે મારી પોતાની હરકત છે.”

તો આ ઉપરાંત પણ કિંજલે બીજી કેટલીક તસવીરો શેર કરી છે, જેને પણ ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. આ તસવીરો પોસ્ટ કરવાની સાથે જ કિંજલ દવેએ જે કેપશન આપ્યું છે તેની પણ ચાહકો ખુબ જ પ્રસંશા કરી રહ્યા છે.

કિંજલ દવેએ આ તસવીરો શેર કરવાની સાથે લખ્યું છે, “એક એવી છોકરી બનો જે તેની શાંતિને જાણે છે, તેની જવાબદારી છે !” કિંજલની આ તસવીરો ઉપર એક લાખ વિસ હજાર કરતા પણ વધારે લાઈક આવી ગઈ છે, અને ચાહકો તેની સુંદરતા સાથે સાથે તેના દ્વારા આપવામાં આવેલા કેપશનની પણ ખુબ જ પ્રસંશા કરી રહ્યા છે.

કિંજલ દવેના અમેરિકાના આ પ્રવાસમાં તેની સાથે તેના પિતા લલિત દવે પણ છે. અને તેઓ પણ તેમના સોશિયલ મીડિયા ઉપર અમેરિકાના આ પ્રવાસમાં કિંજલ સાથેની તસવીરો શેર કરતા રહે છે. સાથે જ લલિત દવે સુંદર કેપશન પણ આપતા જોવા મળે છે.

કિંજલ દવેના પિતા લલિત દવેએ કિંજલ સાથેની એક ખુબ જ સુંદર તસ્વીર શેર કરવાની સાથે કેપશનમાં લખ્યું હતું કે, “રિયાલિટીથી જિંદગી જીવો, કોઈના દિલમાં આખી જિંદગી રહેવું હોય તો કોઈના સામે સારા થવા કરેલી ફોરમાલિટી લાંબી નહીં ચાલે, જીવનમાં મોડું પણ સત્ય સામે આવે છે તમે કેવા છો એ બધાને જરૂર બતાવે છે!”

આ ઉપરાંત પણ કિંજલ સાથે એક અન્ય તસ્વીર શેર કરેલી છે. જેમાં કિંજલ દવે પારંપરિક વસ્ત્રોમાં જોવા મળે છે અને તે તેના પિતા લલિત દવે સાથે હિંચકા ઉપર બેઠી છે. બંને આ તસ્વીરમાં ખુબ જ પ્રેમાળ જોવા મળી રહ્યા છે.

આ તસવીર શેર કરવાની સાથે જ લલિત દવેએ કેપશનમાં લખ્યું છે કે, “પોતાના મનને સંતોષ મળે એવું કામ કરો એજ બહુ છે, બાકી બીજાને તમે કરો એ બધું ગમે એ જરૂરી પણ નથી !” તેમના દ્વારા શેર કરવામાં આવેલી આ તસ્વીરોને પણ ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે.

Niraj Patel