ગુજરાતના લોકપ્રિય ગાયિકા કિંજલ દવે અને ઉર્વશી રાદડિયા હાલમાં દુબઈના પ્રવાસે છે અને દુબઈમાંથી તેમની શાનદાર પણ તેઓ શેર કરી રહ્યા છે. તેમન ઇઆ તસ્વીરોને તેમના ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે. ચાહકો પણ તેમના દ્વારા શેર કરવામાં આવતી તસ્વીરોની આતુરતાથી રાહ જોઈ રહેતા હોય છે અને આ બંને ગાયિકાઓ પણ પોતાના ચાહકોને નિરાશ નથી કરતી.
કિંજલ દવે દુબઇ પ્રવાસમાં પોતાના ભાવિ ભરથાર પવન જોશી સાથે પહોંચી છે. પવન જોશી પણ સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાની શાનદાર તસવીરો પણ શેર કરતા રહે છે. તેમની તસ્વીરોમાં પણ એક અલગ સ્વેગ જોવા મળતો હોય છે. જેને ચાહકો પણ ખુબ જ પસંદ કરે છે.
તો કિંજલ દવેના આ દુબઇ પ્રવાસની અંદર તેનો ભાઈ આકાશ દવે પણ સાથે છે. આકાશ પણ દુબઈમાંથી તેની શાનદાર તસવીરો શેર કરે છે, સાથે જ તેને બહેન કિંજલ સાથેની પણ એક ખુબ જ શાનદાર તસવીર શેર કરી છે. કિંજલે પણ આજે પોતાના લાડકા ભાઈ સાથે ઇન્સ્ટાગ્રામમાં એક તસવીર શેર કરી છે જેમાં દુબઈના વરન્ડરલેન્ડમાં પોઝ આપતા જોવા મળી રહ્યા છે.
આ ઉપરાંત ઉર્વશી રાદડિયાએ પણ પોતાની સ્ટોરીમાં એક તસ્વીર શેર કરી છે, જેમાં તે કિંજલ દવે સાથે દુબઈના રણની અંદર શાનદાર પોઝ આપતા જોવા મળી રહ્યા છે. આ તસ્વીરમાં ઉર્વશીબેન બ્લેક રંગનું ટોપ અને પેન્ટ પહેર્યું છે તો કિંજલ દવેએ ફ્લોરલ પ્રિન્ટ વાળું ટોપ પહેર્યું છે, અને બંને હવામાં હાથ લહેરાવી રહ્યા છે.
આ ઉપરાંત ઉર્વશીબેને પણ પોતાના સોશિયલ મીડિયામાં દુબઈના રણમાં શાનદાર પોઝ આપતી ઘણી બધી તસવીરો શેર કરી છે. તેમની આ તસ્વીરોને પણ ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. આ ઉરપટ ઘણા બધા લોકો આ તસ્વીરોમાં કોમેન્ટ પણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ ગાયિકા ગીતાબને રબારીએ પણ તેમની તસવીરો ઉપર બ્યુટીફૂલની કોમેન્ટ કરી છે.
આ તસવીરો શેર કરવાની સાથે ઉર્વશી રાદડિયાએ કેપશનમાં લખ્યું છે, “ઉપર આકાશ, નીચે રેતી, અંદર શાંતિ”. ઉર્વશી રાદડિયા દ્વારા શેર કરવામાં આવેલી આ તસ્વીરોમાં તેમનો એક અનોખો અંદાજ જોવા મળી રહ્યો છે. પોતાના ગીતો દ્વારા ચાહકોને ઝુમાવતા ઉર્વશીબેન હવે દુબઈમાંથી શાનદાર તસવીરો શેર કરીને ચાહકો વચ્ચે છવાયેલા છે.
આ ઉપરાંત ઉર્વશી રાદડિયાએ ગઈ કાલે પણ કેટલીક તસવીરો તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કરી હતી, જેમાં તેઓ દુબઈમાં ખાસ ક્રુઝની સવારી કરતા જોવા મળી રહ્યા છે, આ ક્રુઝની સવારી કરતા પણ તેમને ઘણી બધી તસવીરો શેર કરી છે. આ તસ્વીરોને પણ ચાહકો ખુબ જ પ્રેમ આપી રહ્યા છે.
વાત કરીએ કિંજલ દવેના ભાવિ પતિ પવન જોશીની તો પવન પણ દુબઈમાંથી પોતાનો સ્વેગ બતાવી રહ્યા છે. તેમનું સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ તેમની દુબઈની શાનદાર તસવીરોથી ભરાઈ ગયું છે. દુબઈમાં અલગ અલગ જગ્યાઓ ઉપર પવન ખુબ જ શાનદાર પોઝ આપી રહ્યા છે.
પવન જોશીએ દુબઈના મિરેકલ ગાર્ડનમાંથી શાહરુખ ખાનની ફિલ્મ “કુછ કુછ હોતા હે”માં શાહરુખ ખાને જેવી સ્ટાઇલ કરી હતી એવા જ અંદાજમાં પોઝ આપતા જોવા મળ્યા હતા. આ દરમિયાન તમેને જીન્સ અને શર્ટ કેરી કર્યું હતું, સાથે જ આંખોમાં બ્લેક ચશ્માં પણ લગાવ્યા હતા.
પવન જોશીની આ તસવીરો પણ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. આ ઉપરાંત પણ તેમને આ ગાર્ડનમાં બીજી અલગ અલગ જગ્યાઓ ઉપરથી સ્ટાઈલિશ પોઝ આપ્યા છે. પવન જોશીના ચાહકો પણ તેમનો આ અંદાજ જોઈને ખુબ જ પ્રભાવિત થઇ ગયા છે અને તેમની તસવીરો ઉપર ઢગલાબંધ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે કિંજલ દવે જ્યારે પોતાના ભાવિ ભરથાર સાથે દુબઈના પ્રવાસે જઈ રહી હતી ત્યારે ઉર્વશી રાદડિયા પણ તેમની સાથે હતા. એરપોર્ટ ઉપરથી બંનેએ પોતાની સ્ટોરીમાં એક તસવીર પણ શેર કરી હતી, ઉર્વશી રાદડિયાએ પણ પોતાના ઇન્સ્ટાગ્રામમાં તેની તસ્વીર પોસ્ટ કરી હતી.
કિંજલ દવે અને ઉર્વશી રાદડિયા બંને ગુજરાતના ખુબ જ ખ્યાતનામ ગાયિકાઓ છે, તેમના કાર્યક્રમોમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેતા હોય છે. સોશિયલ મીડિયામાં પણ આ બંને ગાયિકાઓ ખુબ જ એક્ટિવ રહે છે અને સોશિયલ મીડિયા દ્વારા જ પોતાના ચાહકો સાથે પણ જોડાયેલા રહે છે.
હાલ આ બંને ગાયિકાઓ દુબઈના પ્રવાસ ઉપર છે, ત્યારે તેમની તસ્વીરોમાં પણ દુબઈનો ભવ્ય અને આલીશાન નજારો જોવા મળી રહ્યો છે. બંને ગાયિકાના ચાહકો પણ તેમની તસવીરો ઉપર ભરપૂર પ્રેમ વરસાવતા જોવા મળી રહ્યા છે, અને તેમની તસ્વીરો પણ પોસ્ટ થવાની સાથે જ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જાય છે.