કોકીલકંઠી કિંજલ દવેએ ખાસ અંદાજમાં ઉજવી રક્ષાબંધન અને ચાહકોને આપી ખુબ જ સુંદર સરપ્રાઈઝ, જુઓ વીડિયો

ગુજરાતના દરેક ઘરમાં નામના મેળવી ચુકેલી ગુજરાતની સુપ્રસિદ્ધ ગાયિક કિંજલ દવેને આજે કોઈ ઓળખની જરૂર નથી. તેના સુમધુર અવાજના કારણે તેને આજે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એક આગવી નામના મેળવી છે.

કિંજલ દવે સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાની જર્ની તેમજ પોતાના આગવા અંદાજમાં ગયેલા વીડિયોની ઝલક પણ તે હર હંમેશા શેર કરતી રહે છે. થોડા દિવસ પહેલા જ કિંજલ દવે રાજસ્થાનના ઉદેપુરમાં રજાઓ માણી રહી હતી, તેની પણ ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં તેને શેર કરી હતી.

ત્યારે હવે રક્ષાબંધન ઉપર કિંજલે તેના ચાહકોને એક ભેટ આપવાનું જણાવ્યું હતું, અને તેને રક્ષાબંધન જે ભાઈ બહેનના પ્રેમનો એક પવિત્ર તહેવાર છે તે નિમિત્તે ચાહકોને તેના સુરીલા અવાજમાં એક ખાસ ભેટ પણ આપી છે. જે તેના ચાહકોને પણ ખુબ જ પસંદ આવી છે.

કિંજલ દવેએ તેના સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે તેના ભાઈ આકાશ દવે સાથે રક્ષાબંધનનો તહેવાર ઉજવતી જોવા મળી રહી છે. તે પોતાના ભાઈના કાંડા ઉપર રાખડી બાંધે છે અને તેના સુરીલા અવાજમાં એક લોકપ્રિય ગીત પણ ગાઈ રહી છે.

રક્ષાબંધનના પવિત્ર તહેવારે કિંજલ દવેએ “ભાઈની બેની લાડકી” ગીત ગાયું છે, અને સાથે પોતાના ભાઈ આકાશ દવે સાથે તે આ ગીતમાં તેનું બોન્ડિંગ પણ શેર કરતી જોવા મળી રહી છે. ગીતાના શબ્દો ભાઈ બહેનના અતૂટ પ્રેમનું વર્ણન કરે છે અને કિંજલ દવેના સુરીલા અવાજમાં તે ચાર ચાંદ લગાવી રહ્યા છે.

કિંજલ દવે દ્વારા ઇન્સ્ટાગ્રામ રીલ સેક્શનમાં પોસ્ટ કરવામાં આવેલી આ ગીતની કડીઓ ચાહકોને પણ ખુબ જ પસંદ આવી રહી છે. ઘણા ચાહકો તેમાં કોમેન્ટ કરી પોતાના પ્રતિભાવ આપતા જોવા મળી રહ્યા છે, માત્ર ચાહકો જ નહીં ઘન સેલેબ્સ પણ તેના આ ગીતની ખુબ જ પ્રસંશા કરી રહ્યા છે.

આ સિવાય કિંજલ દવેએ આ રક્ષાબંધનની ઉજવણીમાં પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી ઉપર ઘણી તસવીરો પણ શેર કરી છે, જેમાં તે ભાઈ આકાશ સાથે બીજા ભાઈઓને પણ રાખડી બાંધતી જોવા મળી રહી છે.

કિંજલ દવે અને તેના અવાજને ગુજરાતીઓ ખુબ જ પ્રેમ કરે છે. તેનું દરેક ગીત ગુજરાતમાં ખુબ જ લક્પ્રિય પણ બનતું હોય છે અને ગુજરાતના ખૂણે ખૂણે તે પોતાના અવાજનો જાદુ પણ રેલાવતી જોવા મળે છે.

કિંજલ દવે દ્વારા ગાવામાં આવેલું “ચાર ચાર બંગડી વાળી” ગીત તો દુનિયાભરમાં ખુબ જ પ્રચલિત બન્યું છે. આ ગીતને લાખો લોકોએ નિહાળ્યું છે. માત્ર આ ગીત જ નહિ, કિંજલના દરેક ગીતો ખુબ જ લોકપ્રિય છે.

Niraj Patel