Kinjal dave Latest Photoshoot In Australia : ગુજરાતની કોકિલકંઠી કિંજલ દવે આ દિવસોમાં ઓસ્ટ્રેલિયામાં છે અને ત્યાં તે ખૂબ જ મન ભરી એન્જોય પણ કરી રહી છે. ભારતમાં ભલે નવરાત્રી થોડા સમય બાદ છે પણ વિદેશમાં નવરાત્રીની ઉજવણી શરૂ થઇ ગઈ છે અને હાલ કિંજલ દવે ઓસ્ટ્રેલિયામાં ધૂમ મચાવી રહી છે. કિંજલ દવેએ થોડા સમય પહેલા જ સોશિયલ મીડિયામાં તેની કેટલીક તસવીરો શેર કરી હતી, જે ઓસ્ટ્રેલિયામાં નવરાત્રી 2023 કાર્યક્રમની હતી.
કિંજલ દવેએ શેર કરી લેટેસ્ટ તસવીરો
ત્યારે હવે કિંજલે તેની બીજી નવી તસવીરો શેર કરી છે, જેમાં તો વેસ્ટર્ન લુકમાં ખૂબ જ ગોર્જિયસ લાગી રહી છે. જણાવી દઇએ કે, ઓસ્ટ્રેલિયામાં નવરાત્રી 2023નો કાર્યક્રમ ચાલી રહ્યો છે અને ગુજરાતની જેમ ત્યાં પણ કિંજલ દવેનો શાનદાર અંદાજ જોવા મળી રહ્યો છે. જેની ઝલક ગાયિકાએ તેના સોશિયલ મીડિયામાં શેર પણ કરી હતી.ત્યારે હવે કિંજલની વધુ તસવીરો સામે આવ્યા બાદ ચાહકો તો તેના આ લુક પર ફિદા થઇ રહ્યા છે.
વ્હાઇટ ટોપ અને બ્લુ સ્કર્ટમાં લાગી ગોર્જિયસ
તસવીરોમાં કિંજલ વ્હાઇટ ટોપ અને બ્લુ સ્કર્ટમાં જોવા મળી રહી છે. આ ઉપરાંત તેણે આ લુક સાથે એક સ્ટોલ કેરી કરી પણ પોઝ પણ આપ્યો છે. આ તસવીરો શેર કરતા કિંજલે કેપ્શનમાં લખ્યુ છે- રંગાયેલા આસમાનથી ભરેલો દિવસ (a day full of painted skies). કિંજલ દવે આ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે અને આ લુક સાથે તેણે વાળ ખુલ્લા રાખ્યા છે અને ગોગલ્સ કેરી કર્યા છે.
ઓસ્ટ્રેલિયામાં બતાવ્યો વેસ્ટર્ન લુક
જણાવી દઈએ કે હાલમાં જ કિંજલ દવેનું એક હિન્દી ગીત રિલીઝ થયું હતુ, જેનું નામ છે “જેલસ” અને આ ગીતમાં તેની સાથે પંજાબી સિંગર જસ્સી જસબીર છે. બંનેએ પોતાના શાનદાર અવાજનો જાદુ આ ગીતમાં ચલાવ્યો અને ચાહકોના દિલ જીતી લીધા. ઉલ્લેખનીય છે કે, કિંજલ દવે આજે ગુજરાત જ નહિ પણ દેશ અને વિદેશમાં પણ એક આગવું નામ ધરાવે છે. લગભગ દરેક ગુજરાતીઓના મોઢે તેનું નામ હોય છે.
સોશિયલ મીડિયા પર છે મોટી ફેન ફોલોઇંગ
કિંજલ દવેનો ચાહકવર્ગ પણ ખુબ જ વિશાળ છે અને તેના ચાહકો પણ તેના આવનારા ગીતોની કાગડોળે રાહ જોતા હોય છે. આ સાથે તેના ચાહકોની કિંજલના અંગત જીવન પર પણ નજર રહેતી હોય છે અને એટલે જ ગાયિકા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને પોતાના ચાહકોને ક્યારેય નિરાશ નથી કરતી. તે અવાર નવાર સોશિયલ મીડિયા પર પોતાના કાર્યક્રમોની સાથે સાથે પોતાના લેટેસ્ટ ફોટોશૂટની ઝલક અને વીડિયો પણ શેર કરે છે.