રાજકોટમાં કિંજલ દવે અને રાજભા ગઢવીના પ્રોગ્રામમાં થયો નોટોનો વરસાદ, એટલી નોટો ઉડી એટલી નોટો ઉડી કે જોઈને તમે પણ આભા બની જશો

ગુજરાતમાં હાલ ઠેર ઠેર ડાયરાના કાર્યક્રમો ચાલી રહ્યા છે, અને આ ક્રાયક્રમોમાં ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયકો પોતાના અવાજથી માહોલને રંગીન બનાવી રહ્યા છે, ત્યારે સ્વાભાવિક રીતે ગુજરાતમાં ડાયરો હોય અને નોટોનો વરસાદ ના થાય એવું તો કેવી રીતે બની શકે અને તેમાં પણ જો રાજભા ગઢવી અને કિંજલ દવે જેવા ખ્યાતનામ ગાયકો એક જ મંચ ઉપર હોય તો પૂછવું જ શું ?

હાલ એવો જ એક કાર્યક્રમ રાજકોટમાં યોજાયો હતો, જ્યાં કિંજલ દવે સાથે રાજભા ગઢવીએ પણ પોતાના અવાજથી ધૂમ મચાવી હતી અને શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ ડાયરામાં નોટોનો વરસાદ પણ થતો જોવા મળ્યો હતો, જેની તસવીરો અને વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

આ ડાયરાના કર્યક્રમની કેટલીક તસવીરો કિંજલ દવે અને રાજભા ગઢવીએ સોશિયલ મીડિયામાં શેર કરી છે, જેમાં તેમનો અનોખો અંદાજ જોવા મળી રહ્યો છે, કિંજલ દવેએ આ તસવીરો શેર કરવાની સાથે જણાવ્યું કે આ ડાયરો રંગીલા રાજકોટમાં થયો હતો અને ડાયરાનું આયોજન MLA લાખાભાઇ દ્વારા કરવામાં આવ્યું હતું.

કિંજલ દવેએ તેની સ્ટોરીમાં પણ આ ડાયરાના ઘણા બધા વીડિયો શેર કર્યા છે. જેમાં નોટોનો વરસાદ થતો જોઈ શકાય છે, આ ઉપરાંત રાજભા ગઢવીએ પણ તેમના સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો છે જેમાં પણ ચાહકો નોટો ઉડાવતા જોવા મળી રહ્યા છે. આ સાથે જ શ્રોતાજનો દ્વારા મોબાઈલની ફ્લેશ લાઈટ કરીને એક અદભુત નજારો પણ સર્જ્યો હતો.

કિંજલ દવે અને રાજભા ગઢવી એ ગુજરાતનું મોટું નામ છે, તેમનો ચાહક વર્ગ પણ ખુબ જ વિશાળ છે અને સોશિયલ મીડિયામાં પણ તેમને લાખો લોકો અનુસરે છે, તેમના સોશિયલ મીડિયામાં તેમની તસવીરો અને વીડિયો આવવાની સાથે જ વાયરલ થઇ જતા હોય છે અને ચાહકો પણ તેને ખુબ જ પસંદ કરે છે.

વાત કરીએ કિંજલ દવેની તો હાલમાં જ તેને તેના પિતા લલિત દવેનો જન્મ દિવસ પણ ખુબ જ ધામધૂમથી ઉજવ્યો હતો. જેની ઘણી તસ્વીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. પોતાના પિતાને જન્મ દિવસે કિંજલ દવેએ સોનાની ખાસ ચેઇન જેમાં ચેહર માતાજીનું પેન્ડલ હતું તે ભેટમાં આપી હતી.

કિંજલ દવે સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને તેના ચાહકો સાથે તેની દરેક ક્ષણને શેર કરતી રહે છે. તે જ્યાં પણ કોઈ કાર્યક્રમ કરવા માટે જાય ત્યાંથી પણ તે ચાહકોને તેની ઝલક બતાવતી હોય છે. થોડા સમય પહેલા જ તે અમેરિકામાં પણ કાર્યક્રમ માટે ગઈ હતી અને ત્યાંથી પણ ઘણા વીડિયો શેર કર્યા હતા.

વાત કરીએ રાજભાની તો રાજભા ગઢવી ના માત્ર ગુજરાતમાં પરંતુ દેશ વિદેશની અંદર પોતાના ડાયરાની રંગત જમાવતા જોવા મળે છે. તેમના ડાયરાની અંદર રૂપિયાનો વરસાદ થતો જોવા મળે છે.  ત્યારે રાજભા પણ પોતાના ડાયરાની અંદર લોકસાહિત્યને પોતાના આગવા અંદાજમાં રજૂ કરે છે, જે સાંભળતા જ દર્શકો પણ મંત્ર મુગ્ધ બની જાય છે.

રાજભા ગઢવીનું બાળપણ ગીરના જંગલોમાં સિંહો અને ગાયો-ભેંસો વચ્ચે વીત્યું છે. પ્રકૃતિના ખોળે મોટા થેયલા રાજભા ગઢવી એક પણ ચોપડી ભણ્યા નથી, છતાં પણ તેમના કંઠેથી લોકસાહિત્યનો ઇતિહાસ વહેતો જોવા મળે છે. તેઓ એક ઉમદા કવિ અને લોકસાહિત્યકાર પણ છે.

Niraj Patel