ભાવિ પતિ પવન જોશી સાથે શેરી ગરબાના તાલ ઉપર ઝૂમી કિંજલ દવે, સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ

લોકોને ગરબાના તાલે ઝુમાવતી કિંજલ દવેને ગરબાના તાલે ઝૂમતી જોવી એ પણ એક લ્હાવો છે, જુઓ ભાવિ પતિ સાથે કેવા લીધા ગરબાના સ્ટેપ, વીડિયો વાયરલ

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે તેના સુમધુર અવાજ દ્વારા લોકોના દિલમાં રાજ કરે છે. વળી નવરાત્રીના સમયમાં કિંજલ દવે જયારે સ્ટેજ ઉપરથી ગરબાના સુર લહેરાવતી હોય ત્યારે માનવ મહેરામણ પણ શાન ભાન ભૂલી અને ગરબાના તાલે ઝૂમવા લાગે છે. પરંતુ કિંજલ દવેને ગરબાના તાલ ઉપર ઝૂમતી જોવી પણ એક લ્હાવો છે.

હાલ કોરોનાના કારણે આ વર્ષે પણ મોટા પાર્ટી પ્લોટમાં ગરબાને મંજૂરી નથી મળી, પરંતુ શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે. શેરી ગરબાની અંદર લોકો ખુબ જ ઉત્સાહથી ગરબાનો આનંદ માણી રહ્યા છે. ત્યારે આ દરમિયાન કિંજલ દવેએ પણ તેના ભાવિ પતિ પવન જોશી સાથે ગરબાનો આનંદ માણ્યો હતો.

કિંજલ દવેના ભાવિ પતિ પવન જોશીએ તેના ઇન્સ્ટાગ્રામ ઉપર એક વીડિયો શેર કર્યો છે. જે સોસાયટીનો છે, આ વીડિયોની અંદર ઘણા બધા લોકો શેરી ગરબાનો આનંદ માણતા જોવા મળી રહ્યા છે. ત્યારે આ વીડિયોમાં કિંજલ દવે પણ પવન જોશી સાથે ગરબાના તાલે ઝૂમતી જોવા મળી રહી છે.

પવન જોશીએ આ વીડિયોને શેર કરવાની સાથે એક ખુબ જ સુંદર કેપશન પણ આપ્યું છે. પવને વીડિયોની સાથે કેપશનમાં લખ્યું છે, “જયારે તું મારી સાથે હોય છે, ત્યારે હંમેશા સ્વર્ગ જ હોય છે.” પવન જોશી દ્વારા પોસ્ટ કરવામાં આવેલો આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, સાથે જ તેના કેપશનની પણ લોકો ખુબ જ પ્રસંશા કરી રહ્યા છે.

પવન જોશી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોને કિંજલ દવે દ્વારા પણ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરવામાં આવ્યો છે, જેને સ્ટોરીમાં મુકતા તેને એક ખુબ જ સરસ કેપશન પણ આપ્યું છે. કિંજલ દવેએ વીડિયોની ઉપર એક લાઈન લખતા લખ્યું છે કે, “નીચે ટચ કરીને જુઓ જિંદગીનો સાચો આનંદ”

પવન જોશીએ પણ તેની આ સ્ટોરીને પોતાની સ્ટોરીમાં રીશેર કરતા લખ્યું છે કે, “હું તારી સાથે બહુ જ ખુશ છું, શુભકામનાઓ !” કિંજલ દવે અને પવન જોશીના ગરબાના તાલે ઝુમતા આ વીડિયોને લોકો ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે.

આ પહેલા કિંજલ દવેએ તેના સોશિયલ મીડિયામાં કેલટીક તસવીરો શેર કરી હતી, જેમાં તે આણંદના વિવાહ પાર્ટી પ્લોટમાં ગરબાની રમઝટ જોવા મળી હતી, જેમાં કિંજલ દવેએ લોકોને ગરબાના તાલે ઝુમાવ્યા હતા અને પોતે પણ સ્ટેજ ઉપર ગરબાનો અનેરો આનંદ માણ્યો હતો.

આણંદના કરમસદમાં આવેલા વિવહ પાર્ટી પ્લોટની અંદર યોજાયેલ પ્રિ નવરાત્રી સેલિબ્રેશનની અંદર કિંજલ દવેનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું, કિંજલ દવેને પાલખી ઉપર રાજ કુમારીની જેમ બેસાડીને લાવવામાં આવી હતી.  જે કિંજલ દ્વારા શેર કરવામાં આવેલી તસ્વીરોમાં જોઈ શકાય છે.

કિંજલ દવે સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ રહે છે, અને તેના તસવીરો અને વીડિયોને પણ સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. કિંજલે પોતાના સોશિયલ મીડિયામાં આણંદમાં યોજાયેલા આ પ્રિ નવરાત્રી ઉજવણીની પણ ઘણી તસવીરો શેર કરી છે સાથે જ એક સરસ કેપશન પણ આપ્યું છે.

કિંજલ દવેએ સ્ટેજ ઉપર ગરબા રમતી તસવીરો પોસ્ટ કરવાની સાથે લખ્યું હતું, “આખરે બે વર્ષ પછી સ્ટેજ ઉપર ચડી ગરબા રમાડવાનો હરખ તો જોવો.” કિંજલ આ તસ્વીરોમાં ખુબ જ સુંદર દેખાઈ રહી છે. અને ચણિયાચોળીમાં તેની સુંદરતા વધુ નિખરી આવતી પણ જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Pavan Joshi (@pavanjoshi_)

કિંજલ દવેની સામે આવેલી તસ્વીરોની અંદર તે હાથમાં માઈક લઈને સ્ટેજ ઉપર ગરબા ગાવાની સાથે ગરબા રમવાનો પણ આનંદ માણતી જોવા મળી રહી છે. આણંદના ગરબા રસિકોને કિંજલ દવેએ તેમના તાલ ઉપર ઝુમાવ્યા હતા અને અને આણંદમાં પણ આનંદ આનંદ પ્રસરાવી દીધો હતો.

Niraj Patel