દેશના રાજા પર ઘણી જવાબદારીઓ હોય છે, જેનુ તે પાલન કરે છે. રાજાની ફરજ છે કે તે પોતાના લોકોના દરેક દુ:ખ અને પીડાને સમજે. વિશ્વના મોટાભાગના દેશોમાં રાજાશાહીનો અંત આવ્યો છે. હવે માત્ર થોડા દેશો બાકી છે જ્યાં હજુ પણ રાજાશાહી છે. તેમાંથી એક આફ્રિકન દેશ સ્વાઝીલેન્ડ છે. જો તમે અહીંના રાજા વિશે જાણશો તો તમને આશ્ચર્ય થશે.
દેશની આઝાદીના પચાસ વર્ષ પૂરા થવા પર, અહીંના રાજાએ વર્ષ 2018માં દેશનું નામ બદલીને ધ કિંગડમ ઓફ ઇસ્વાતિની કરી દીધુ હતું. આ દેશ આફ્રિકા ખંડમાં દક્ષિણ આફ્રિકાને અડીને આવેલો છે. દક્ષિણ આફ્રિકા અને મોઝામ્બિકની સરહદોને અડીને આવેલો આ દેશ ઘણીવાર તેના રહસ્યોને કારણે ચર્ચામાં રહે છે.
આ દેશમાં, દર વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં, મહારાણીની માતાના શાહી ગામ લુડજિજિનીમાં ઉમ્હાલાંગા સમારોહનું આયોજન કરવામાં આવે છે. આ ઉત્સવમાં 10 હજારથી વધુ અપરિણીત છોકરીઓ અને કિશોરી ભાગ લે છે. અહીં અપરિણીત છોકરીઓ રાજાની સામે નૃત્ય કરે છે.
એક અહેવાલ મુજબ, દર વર્ષે રાજા તહેવારમાં ભાગ લેતી છોકરીઓમાંથી રાણી પસંદ કરે છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આ છોકરીઓ રાજા અને તેની આખી પ્રજાની સામે કપડાં વગર ડાન્સ કરે છે. આ પરંપરાનો દેશની ઘણી યુવતીઓએ વિરોધ કર્યો હતો, જ્યારે ઘણી છોકરીઓએ આ પરેડમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો. જ્યારે રાજાને આ વિશે ખબર પડી ત્યારે તે છોકરીઓના પરિવારોને ભારે દંડ ભરવો પડ્યો.
આ દેશના રાજા પર એવા આક્ષેપો થયા છે કે તે પોતે ખૂબ જ સારી સુખ સુવિધા સાથે જીવે છે, જ્યારે તેમની મોટી વસ્તી અત્યંત ગરીબીમાં રહે છે. વર્ષ 2015માં ‘ઇન્ડિયા આફ્રિકા સમિટ’માં ભાગ લેવા માટે રાજા મસ્વાતી તૃતિય ભારત પણ આવ્યા હતા. રાજા મસ્વાતી તૃતિય પોતાની સાથે 15 પત્નીઓ, બાળકો અને 100 નોકરો સાથે લાવ્યા હતા. તેમના માટે દિલ્હીની એક ફાઇવ સ્ટાર હોટેલમાં 200 રૂમ બુક કરવામાં આવ્યા હતા જેમાં તેઓ રોકાયા હતા.