શું મીઠું જોઈને થરથર કંપવા લાગે છે કિંગ કોબ્રા ? જુઓ વાયરલ વીડિયોમાં તેની પાછળની હકીકત, આંખો ચાર થઇ જશે, જુઓ વીડિયો

વર્ષોથી લોકો કહેતા આવ્યા છે કે સાપ મીઠાથી ડરે છે, તો શું છે તેની પાછળની હકીકત ? જુઓ વીડિયોમાં

Cobra Snake in Salt Circle : સાપનું નામ સાંભળતા જ લોકોને પરસેવો છૂટી જતો હોય છે અને તેમાં પણ કિંગ કોબ્રાનું નામ સાંભળીને તો ભલભલાને તાવ આવી જાય. ત્યારે ઘણા એવા નુસખા પણ હોય છે જેના દ્વારા તમે સાપને ભગાડી શકો છો. ખાસ કરીને ઘરડા લોકો પહેલાના સમયમાં સાપને ભગાડવા માટે આવા નુસખાઓ વાપરતા હતા.

ત્યારે એવો જ એક નુસખો છે કે મીઠાથી કિંગ કોબ્રા થરથર કંપવા લાગે છે. કિંગ કોબ્રા ખુબ જ ઝેરી સાપ છે અને તે જો માણસને ડંખ મારે તો તેનું બચવું લગભગ અશક્ય છે. ત્યારે ઘણા લોકો કિંગ કોબ્રાને ઘરમાં આવવાથી રોકવા માટે પ્રવેશદ્વાર પર મીઠું પણ નાખતા હોય છે, જેના કારણે સાપ ઘરમાં ના આવે, ત્યારે શું આ સાચું છે કે નહીં તેનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

આ તથ્યને ચકાસવા માટે એક YouTuber ખરેખર તેને કેમેરામાં લોકોની સામે મૂકે છે. જ્યારે લોકોએ સત્ય જોયું તો તેઓ ચોંકી ગયા. યુટ્યુબ પર વાયરલ થઈ રહેલો આ વીડિયો Crazy XYZની ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો છે. આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ‘શું કોબ્રા સાપ મીઠાના વર્તુળને પાર કરી શકશે?’

તમે વીડિયોમાં જોઈ શકો છો કે, યુટ્યુબર અમિત શર્માએ સત્યની ચકાસણી કરવા માટે સૌપ્રથમ ખુલ્લા મેદાનમાં મીઠાનું વર્તુળ બનાવ્યું હતું. આ પછી તેણે તેમાં બે કિંગ કોબ્રા છોડી દીધા. આની થોડીક સેકન્ડોમાં, તમે જોઈ શકો છો કે પ્રથમ કિંગ કોબ્રા તરત જ મીઠાના વર્તુળમાંથી બહાર આવી ગયો.

જ્યારે બીજો કિંગ કોબ્રા થોડી જ સેકન્ડોમાં જરા પણ ખચકાટ વગર બહાર આવી ગયો. આ વિડીયો જોઈને ખબર પડે છે કે કિંગ કોબ્રાને મીઠામાં બિલકુલ વાંધો નથી. બંને કિંગ કોબ્રા વર્તુળમાંથી બહાર આવ્યા અને આરામથી બહાર ગયા. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં આવ્યો છે.

Niraj Patel