પાણીની અંદર જ સાપ અને નોળીયા વચ્ચે છેડાઈ ગયું યુદ્ધ, પહેલા સાપે ખુબ ફેણ મારી પણ પછી નોળીયાનો એક દાવ બાજી પલ્ટી ગયો, જુઓ વીડિયો

સાપ જોઈને દરેક વ્યક્તિની મોઢામાંથી ચીસ નીકળી જાય, કારણ કે સાપ જો ડંખ મારે તો માણસ પાણી પણ ના માંગે અને તેમાં પણ જો કિંગ કોબ્રા હોય તો વાત જ શું પુછવી ? પરંતુ સાપને પણ કોઈનો ડર લાગતો હોય છે અને એ ડર તેને લાગે છે નોળીયાનો. કારણે મોટાભાગે આપણે જોયું છે કે સાપ અને નોળીયાની લડાઈમાં જીત હંમેશા નોળીયાની જ થતી હોય છે. જેના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે.

હાલ આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં કિંગ કોબ્રા અને નોળીયાની લડાઈ પાણીમાં થઈ રહી છે. જમીનની જેમ અહીં પાણીમાં પણ નોળિયો કિંગ કોબ્રા પર ભારે જોવા મળે છે. આ  વિડિયો સામે આવ્યો છે તે અત્યાર સુધી જોવા મળેલા વીડિયો કરતા સાવ અલગ છે. સાપ અને નોળીયાની આ લડાઈ કાદવથી ભરેલા પાણીમાં થઈ રહી છે.

વિન્ડ એનિમલિયા નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેન્ડલ પરથી તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, નોળિયો અને કોબ્રા. આ વીડિયો મૂળ ફૂલચંદ નામના યુઝરે તેના એકાઉન્ટમાંથી પોસ્ટ કર્યો હતો. આ વાયરલ વીડિયો ક્લિપમાં જોઈ શકાય છે કે નોળિયો કિંગ કોબ્રા સાથે ભીષણ યુદ્ધ લડી રહ્યો છે. નોળીયા પર હુમલો કરવા સાપ આગળ વધે છે, તેને ફેણ મારે છે પરંતુ નોળિયો પણ સાપને તેના જડબામાં ફસાવે છે અને અહીંથી લડાઈમાં વળાંક આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Animalia – Animal (@wildanimalia)

આ પછી નોળિયો સાપ પર પ્રભુત્વ ધરાવે છે અને ઘાયલ કિંગ કોબ્રા ધીમે ધીમે પાછળની તરફ જવા લાગે છે. જોકે કિંગ કોબ્રા થોડા સમય માટે મેદાનમાં લડવાની હિંમત કરે છે, પરંતુ તે આખરે ભાગી જાય છે. આ વીડિયોને શેર કરવામાં આવ્યો ત્યારથી લગભગ લાખો વખત જોવામાં આવ્યો છે અને હજારો લોકોએ તેને લાઈક પણ કર્યો છે. આ વીડિયો ઉપર લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયા પણ આપતા જોવા મળે છે.

Niraj Patel