મનોરંજન

પ્રેમીના 49માં જન્મદિવસ પર રોમેન્ટિક થઇ ગર્લફ્રેન્ડ કિમ શર્મા, બર્થ ડે પાર્ટીમાં બધાની સામે કરી કિસ

સૌથી હૉટ ફિગર વાળી બૉલીવુડ હિરોઈન આ 49 વર્ષની ઉંમરના પુરુષના પ્રેમમાં પડી, કિસ કરતા ફોટો થયા વાયરલ…યુઝર્સ બોલ્યા ભારે નસીબદાર છે પેલો

બોલિવુડ અભિનેત્રી કિમ શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. કિમ કેટલાક વર્ષોથી ટેનિસ પ્લેયર લિએન્ડર પેસને ડેટ કરી રહી છે. બંને ઘણીવાર સોશિયલ મીડિયા પર એકબીજા સાથેની તસવીરો શેર કરી પ્રેમ વરસાવતા રહે છે. કિમ અને લિએન્ડરની જોડી ઘણી ખૂબસુરત છે. તમને જણાવી દઇએ કે, હાલમાં 9 17 જૂનના રોજ લિએન્ડર પેસે તેનો 49મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો.

કિમે લિએન્ડરના આ જન્મદિવસને ખાસ બનાવવામાં કોઇ કસર છોડી ન હતી. તેણે ટેનિસ સ્ટાર માટે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી ખાસ નોટ પણ લખી હતી. અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર લિએન્ડરની કેટલીક તસવીરો શેર કરી કેપ્શનમાં લખ્યુ- માય સેક્સી, કૂલ, ફની, કાઇંડ, લવિંગ, હૈંડસમ, એટ્રેક્ટિવ, ગૂફી, સોલમેટને હેપ્પી બર્થ ડે. #49 આવા સારા બાળકોને ક્યારેય નથી જોઇ, હું તને ખૂબ પ્રેમ કરુ છુ. તમારી બધી વિશ પૂરી થાય.

પોસ્ટ શેર કર્યા પછી તરત જ લિએન્ડરે કમેન્ટ પણ કરી હતી. ‘આભાર બેબી! તમારી સાથે યાદો બનાવવી એ જીવન છે.’ આ ઉપરાંત કિમે લિએન્ડપના મિડનાઇટ બર્થ ડે સેલિબ્રેશનની તસવીરો પણ શેર કરી હતી. જેમાં લિએન્ડર ઓલ બ્લેક આઉટફિટમાં તો કિમ બ્લેક અને ગોલ્ડન આઉટફિટમાં જોવા મળી હતી.આ પહેલા લિએન્ડરે પોતાની પહેલી એનિવર્સરી પર કિમ સાથે એક ખૂબસુરત તસવીર અને એક સ્પેશિયલ પોસ્ટ શેર કરી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટેનિસ સ્ટારના માતા-પિતા અને કિમ શર્માના માતા-પિતા હાલમાં જ મુંબઈ આવ્યા હતા અને તેઓએ કિમ શર્માના બાંદ્રા સ્થિત ઘરમાં બંનેના ‘કોર્ટ મેરેજ’ વિશે પણ વાત કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Kimi Sharma (@kimsharmaofficial)