ગુજરાત: કોરોનાએ પરિવારનો માળો વીખી નાખ્યો, ત્રણ સભ્યોની થઇ ગઇ જોતજોતામાં મોત,પાંચ બાળકો થઇ ગયા અનાથ

કોરોનાથી મોત થયેલ લોકોના ડેથ સર્ટિફિકેટમાં એવો ઉલ્લેખ કરેલ હોતો નથી કે તેમની કોરોનાથી મોત થઇ છે. પરિવારજન તેની ફરિયાદ કરી રહ્યા છે કે તેમના સંબંધીની મોત કોરોનાથી થઇ છે ત્યારે હોસ્પિટલ પ્રશાસન તરફથી ડેથ સર્ટિફિકેટ પર તેનો કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ કારણે પરિવાર સરકારી સહાયતાથી વંચિત રહી જાય છે.

ગુજરાતમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જયાં એક પરિવારના ત્રણ લોકોની મોત થઇ ગઇ અને તેમાંથી બે ભાઇઓની મોત થઇ અને એ પત્નીની. હવે આ પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ છે અને તેમાં પણ આ પરિવારના 5 બાળકો અનાથ થઇ ગયા છે.

ઘટનાની વિગત તપાસીએ તો, રમેશ પરમાર અને બિપિન પરમાર નામના વ્યક્તિને કોરોના થયો હતો અને તે બંને ભાઇઓની કોરોનાથી મોત થઇ ગઇ અને એકની પત્નીએ પણ દમ તોડી દીધો. આ બધુ લગભગ એક મહિનાની અંદર જ થઇ ગયુ.

મીડિયા રિપોર્ટ પ્રમાણે એવું જાણવામાં આવી રહ્યુ છે કે, બે ભાઇઓને કોરોના થયા બાદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને તે બાદ રમેશભાઇની પત્ની મીનાક્ષીને પણ હોસ્પિટલમાં દાખલ કરવાનું થયુ અને જોતજોતામાં ત્રણેયની મોત થઇ ગઇ. ઘરના પાંચ બાળકો અનાથ થઇ ગયા છે ત્યારે તેમનુ પાલન પોષણ એ હવે મોટો પડકાર છે.

Shah Jina