તુર્કીસ આઈસ્ક્રીમમાં લલચાવતાં આઈસ્ક્રીમ વાળાને આ ટેણીયાએ ભણાવ્યો બરાબરનો પાઠ, કર્યું એવું કે પેટ પકડીને હસવા લાગશો

આઈસ્ક્રીમ એક એવી વસ્તુ છે જે દરેકને ખુબ જ પસંદ આવે છે. નાના હોય કે મોટા આઈસ્ક્રીમ જોઈ લે એટલે તે અચૂક ખાતા હોય છે. ત્યારે ઇન્ટરનેટ ઉપર તુર્કીસ આઈસ્ક્રીમના પણ ઘણા વીડિયો જોયા હશે. જેમાં આઈસ્ક્રીમ વેચનાર ગ્રાહકને આઈસ્ક્રીમ ખાવા માટે લલચાવતાં હોય છે. ત્યારે હાલ એક વીડિયો સામે આવ્યો છે જેમાં આ આઈસ્ક્રીમ વેચનારને એક ટેણીયાએ બરાબરનો પાઠ ભણાવ્યો.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે જેવો આઈસ્ક્રીમ વેચનાર બાળક સાથે કરતબ કરવાનો પ્રયાસ કરે છે, કે તરત જ બાળક તુર્કીસ આઈસ્ક્રીમ વાળાની લાંબી દાંડીને ટોચથી જ પકડી લે છે, જેના બાદ આઈસ્ક્રીમ વાળો તેને છોડાવવાનો ભરપૂર પ્રયાસ કરે છે પરંતુ બાળક એ લાકડી છોડવા માટે તૈયાર થતું નથી અને પછી બાળક દાંડી નીચે લગાવેલો આઈસ્ક્રીમ લઈને ચાલતો થાય છે.

આ વીડિયો પ્રખ્યાત બિઝનેસ ટાયકૂન હર્ષ ગોએન્કાએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી પોસ્ટ કર્યો છે. તેમને કેપ્શન પણ આપ્યું કે “આખરે તુર્કીના આઇસક્રીમ વિક્રેતાઓ દ્વારા વર્ષો સુધી પીડિત કર્યા પછી, આ બાળકે બદલો લીધો.” હકીકતમાં આ છોકરાએ આઈસ્ક્રીમની લાકડી છીનવી લીધી અને વેચનાર યુક્તિ શરૂ કરે તે પહેલા આઈસ્ક્રીમ ખાઈ ગયો.

વાયરલ વીડિયોએ ઘણા લોકોનું મનોરંજન કર્યું છે. આટલું જ નહીં, ઘણા લોકોએ કમેન્ટ સેક્શનમાં હસતા ઇમોજી પોસ્ટ કરીને અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે. તમને જણાવી દઈએ કે માત્ર 15 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચુક્યા છે અને કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Niraj Patel