“રામ રાખે તેને કોણ ચાખે !” આ વાત આ બાળક સાથે સાચી પડી, મોતના મુખમાંથી આવી ગયો બહાર, જુઓ રૂંવાડા ઉભા કરી દેનારા અકસ્માતના CCTV વીડિયો

આપણે એક કહેવત બાળપણથી સાંભળતા આવ્યા છીએ કે “રામ રાખે તેને કોણ ચાખે ?” આ કહેવતને ઘણીવાર આપણે સિદ્ધ થતા પણ જોઈ હોય છે, જ્યારે મોત આંખોની સામે આવીને ઉભી હોય છે ત્યારે જ આબાદ બચાવ પણ થતો હોય છે. આવી ઘણી ઘટનાઓના વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવતા હોય છે.

હાલ એવી જ એક ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જે ખુબ જ હેરાન કરી દેનારો છે, આ વીડિયોને જોયા પછી તમને પણ એમ લાગશે કે ખરેખર આ દુનિયામાં ઈશ્વર છે અને રામ રાખે તેને કોઈ ના ચાખી શકે, કારણ કે આ વીડિયોમાં એક બાળકની જિંદગી એવી રીતે બચી જાય છે કે વીડિયો જોઈને કોઈના પણ રૂંવાડા ઉભા થઇ જાય.

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક બાળક અચાનક સાઈકલ લઈને ઝાડીઓમાંથી બહાર આવે છે, સામેથી બસ આવી રહી છે અને બસ તેની સાઈકલ પર ચઢી જાય છે. પરંતુ આ બધામાં આ અકસ્માતમાં બાળક બચી જતા લોકોમાં આશ્ચર્ય જોવા મળી રહ્યું છે. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

સાયકલ પર બેઠેલું બાળક અચાનક ઝાડીઓમાંથી તેજ ગતિએ બહાર નીકળીને મુખ્ય માર્ગ પર રોડની વચ્ચે આવી જાય છે. તેની સાયકલ પહેલા બાઇક સાથે અથડાય છે. જેના કારણે તે ઉછળીને રોડની બીજી બાજુ પડી જાય છે. જેના કારણે જ તેનો જીવ બચી ગયો. કારણ કે સાયકલ રોડની વચ્ચે આવી જાય છે, જેના પર સ્પીડમાં આવતી બસ ચડી જાય છે અને સાઈકલને કચડી નાખે છે. તો બાઈક રોડની પાસે ઉભી રહે છે.

આ ભયાનક અકસ્માત જોઈ ત્યાંથી પસાર થતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. સાયકલને કચડીને બસ જે રીતે રવાના થઈ હતી તે જોઈને લોકોના મનમાં અનેક પ્રકારની આશંકાઓ આવી રહી હતી અને બસની પાછળ આવતા તમામ વાહનો થંભી ગયા હતા અને લોકો પણ સ્થળ તરફ જવા લાગ્યા હતા. પરંતુ પછી રસ્તાના કિનારે બાળકને સલામત અને સ્વસ્થ જોઈને સૌના જીવમાં જીવ આવ્યો અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

મીડિયા રિપોર્ટ અનુસાર આ દિલધડક ઘટના કેરળના કન્નુરમાંથી સામે આવી છે. જેનો વીડિયો ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયો હતો. આ ઘટના રવિવારે 20 માર્ચ સાંજે લગભગ 4:26 વાગ્યે બની હોવાનું કહેવાય છે, જે સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી અને હવે સોશિયલ મીડિયા પર તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Niraj Patel