બોલિવુડની આ ખૂબસુરત અભિનેત્રી થઇ નીરજ ચોપરા પર ફિદા કહ્યુ, તે હવે નેશનલ નહિ પરંતુ…

બોલીવુડની આ સૌથી બોલ્ડ અને ચુલબુલી હિરોઇનનું દિલ આવ્યું ગોલ્ડન બોય નીરજ ચોપરા પર, જુઓ

કિયારા અડવાણી હાલના સમયમાં બોલિવુડની સૌથી ખૂબસુરત અભિનેત્રીઓમાં સામેલ છે. “કબીર સિંહ”ની પ્રીતિ બાદ હવે “શેરશાહ”માં ડિમ્પલના રૂપમાં કિયારાની સાદગીએ બધાની ધડકન વધારી દીધી છે.

વર્ષ 2014માં કિયારા અડવાણીએ “ફગલી” ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. જો કે, પહેલી ફિલ્મે તેને બહુ નામ ન આપ્યુ, પરંતુ વર્ષ 2016માં આવેલી સુશાંત સિંહ રાજપૂત સ્ટારર ફિલ્મ “એમએસધોની : ધ અનટોલ્ડ સ્ટોરી”માં તે સાક્ષીના રૂપમાં બધાના દિલમાં ઉતરી ગઇ હતી.

તેની ક્યુટનેસના તો બધા દીવાના છે. પરંતુ આ સાથે જ કિયારાની ખૂબસુરતીને લઇને ઘણા સવાલ પણ ઉઠવા લાગ્યા છે. સોશિયલ મીડિયાથી લઇને બોલિવુડના ગલિયારા સુધી એ ચર્ચા છે કે કિયારા અડવાણીએ પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. પરંતુ શું હકિકત આ છે ? સોશિયલ મીડિયા પર આજે પણ કિયારા અડવાણીને લઇને આવી ચર્ચાઓ સામાન્ય છે.

યુઝર્સ તો એ પણ લખે છે અભિનેત્રીએ તેનું નામ આલિયાથી બદલીને કિયારા કરી લીધુ છે અને તેણે સુંદર દેખાવા માટે પ્લાસ્ટિક સર્જરીનો સહારો લીધો છે. કિયારા પોતે એ કહે છે કે ઘણીવાર આવી કમેન્ટ્સ વાંચવા મળે છે પરંતુ તે કહે છે કે જયારે પણ તે આવી કમેન્ટ્સ જુએ છે તે તેને ઇગ્નોર કરે છે.

અરબાઝ ખાનના ટોક શો “પિંચ”માં કિયારાએ જયારે ટ્રોલિંગને લઇને જવાબ આપ્યો, મેકર્સે શોનો એક પ્રોમો શેર કર્યો છે, જેમાં કિયારા કહે છે કે એક ઇવેન્ટ દરમિયાન બધા એ જ ચર્ચા કરી રહ્યા હતા કે મેં પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. કિયારા કહે છે કે આ ચર્ચા એટલી વધારે થવા લાગી કે પળભર માટે તો મને પણ વિશ્વાસ થઇ ગયો હતો કે સર્જરી કરાવી છે.

કિયારા કહે છે હું એક ઇવેન્ટ માટે ગઇ હતી.જે તસવીરો બહાર આવતા જ લોકો સોશિયલ મીડિયા પર કમેન્ટમાં લખવા લાગ્યા કે આને તો પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. હાલાત એવા હતા કે હું પોતે પણ વિશ્વાસ કરવા લાગી હતી કે મેં કંઇ કર્યુ છે પોતાને.

કિયારાએ સોશિયલ મીડિયા પર મળનાર કમેન્ટ્સને લઇને એક મજેદાર ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યુ કે, એક યુઝરે તો તેને એ પણ કહી દીધુ હતુ કે તેને અક્ષય કુમાર સાથે કામ કરવાનું બંધ કરી દેવું જોઇએ. એક યુઝરે તેને બેવકૂફ ઔરત પણ કહ્યુ હતુ. કિયારા આ પર કહે છે કે ટ્રોલર્સને એટલી સમજ હોવી જોઇએ કે તેઓ તેમના દાયરાથી બહાર ન જાય.

કિયારાના વર્કફ્રંટની વાત કરીએ તો, તે “શેરશાહ” બાદ રાજ મહેતાની ફિલ્મ “જુગ જુગ જીયો”માં નજર આવશે. આ ફિલ્મમાં તે વરુણ ધવન સાથે જોવા મળશે. આ ફિલ્મમાં અનિલ કપૂર અને નીતૂ કપૂર પણ જોવા મળશે. કિયારા પાસે આ ઉપરાંત અનીસ બજ્મીની “ભૂલ ભૂલૈયા 2″પણ છે. આ ફિલ્મમાં તે કાર્તિક આર્યન અને તબૂ સાથે જોવા મળશે. કિયારા રણવીર સિંહ સાથે “”અન્નિયિનની હિંદી રિમેકમાં પણ જોવા મળશે.

ટોક્યો ઓલંપિકમાં ગોલ્ડ મેડલ જીતી ભારતીયોને ગર્વ મહેસૂસ કરાવનાર નીરજ ચોપનારા ચાહકોમાં બોલિવુડ સેલેબ્સ પણ છે. સોશિયલ મીડિયાથી લઇને બધી જગ્યાએ નીરજની વાહ વાહ થઇ રહી છે જયારથી નીરજે ભાલા ફેકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે તેમની જીતની ઘણી ચર્ચા થઇ રહી છે. ભારતની લગભગ બધી છોકરીઓ આજે નીરજની દીવાની થઇ રહી છે. ત્યાં હવે બોલિવુડ અભિનેત્રી કિયારા અડવાણીનું પણ દિલ નીરજ પર આવ્યુ છે.

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ “શેરશાહ” આ દિવસોમાં ચર્ચામાં છે. કિયારા-સિદ્ધાર્થની જોડી કેટલાક ટીવી શો પર પણ ફિલ્મનું પ્રમોશન કરવા પહોંચ્યા હતા. દેશભક્તિથી ભરેલ ફિલ્મને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. પ્રમોશન દરમિયાન જ એક ઇન્ટરવ્યુમાં જયારે કિયારાથી નીરજ ચોપરા વિશે પૂછવામાં આવ્યુ તો તેણે કહ્યુ કે, નીરજ ચોપરા નેશનલ ક્રશ જ નહિ પરંત જીત બાદતો વર્લ્ડ ક્રશ બની ગયા છે.

ત્યાં જ સિદ્ધાર્થે ક્યુ કે, નીરજ સાચા “શેરશાહ” છે જેમણે દેશનું નામ રોશન કર્યુ છે. વર્ષ 2018માં જયારે નીરજ ચોપરા દેશભરમાં એટલા મશહૂર ન હતા તે સમયે તેમણે એક પોર્ટલને ઇન્ટરવ્યુ આપ્યુ હતુ. આ દરમિયાન તેમણે ઇચ્છા દર્શાવી હતી કે તેમની બાયોપિક જો બોલિવુડમાં બને છે તો તેમાં અક્ષય કુમાર કે રણદીપ હુુડ્ડામાંથી કોઇને તે જોવા માંગશે.

તેમના અનુસાર એ ઘણુ સારુ હશે કે તેમની બાયોપિક બને અને તેમાં બંનેમાંથી કોઇ તેમનું પાત્ર નિભાવે. જયારે આ વિશે અક્ષયને પૂછવામાં આવ્યુ તો તેમણે હસતા કહ્યુ કે, તે ગુુડ લુકિંગ હેંડસમ મેન છે. જો મારી બાયોપિક બને છે તો તે તેમાં લીડ રોલ નિભાવે.

કિયારા અને સિદ્ધાર્થ સ્ટારર ફિલ્મ “શેરશાહ”ની વાત કરીએ તો, આ ફિલ્મ કેપ્ટન વિક્રમ બત્રાના વાસ્તવિક જીવન પર આધારિત ફિલ્મ છે, જેમને ભારતના સર્વોચ્ચ સૈન્ય અલંકરણ પરમવીર ચક્રથી સમ્માનિત કરવામાં આવ્યા છે. આ ફિલ્મને એમેઝોન પ્રાઇમ વીડિયો પર રીલિઝ કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by KIARA (@kiaraaliaadvani)

Shah Jina