ખંભાળિયાના યુવકે ફેસબુક ઉપર પહેલા વીડિયો પોસ્ટ કરીને જણાવ્યું આવું… પછી ઝેરી દવા ગટગટાવી

કળયુગ: આખરે કેમ ખંભાળિયાના યુવકને ઝેરી દવા ગટગટાવી પડી? કારણ જાણીને ભરોસો ઉઠી જશે

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે,  જેમાં ઘણા લોકો આર્થિક તંગીના કારણે તો કોઈ પ્રેમમાં દગો મળવાના કારણે આપઘાત કરી લેતું હોય છે, પરંતુ હાલ એક ઘટના ખંભાળિયામાંથી સામે આવી છે જ્યાં એક યુવકે પોલીસના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયામાં રહેતા 23 વર્ષીય ધર્મેશભાઇ તન્નાએ ફેસબુક ઉપર આપઘાત કરું છું એવો એક વીડિયો પોસ્ટ કરી અને ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેના બાદ યુવકને પ્રાથમિક સારવાર માટે ખંભાળીયા જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાંથી વધુ સારવાર માટે તેને જામનગર ખાતે ખસેડવામાં આવ્યો છે.

યુવકે આપઘાત કરતા પહેલા ફેસબુકમાં પોસ્ટ કરેલા વીડિયોની અંદર જણાવ્યું હતું કે, તેને ગત 13 સપ્ટેમ્બરના રોજ એક પોલીસ કર્મી તેને તેના ઘરેથી ઉપાડી નગરનાકે પોલીસ ચોકીમાં લઇ જઈને ઢોર માર માર્યો હતો અને તેને પૂછ્યું હતું કે તે દીવથી કેટલો દારૂ લઈને આવ્યો છે ? આ ઘટનાનો વીડિયો બનાવીને યુવકે સવારે ઝેરી દવા ગટગટાવી લીધી હતી.

આપઘાતનો પ્રયાસ કરનાર આ યુવક રેલવે સ્ટેશન વિસ્તારમાં રહે છે અને તેને પોલીસના ત્રાસથી આપઘાત કરવાનું ફેસબુક ઉપર પોસ્ટ કરેલા વીડિયોની અંદર જણાવ્યું હતું અને તેના બાદ તેને ઝેરી દવા પણ ગટગટાવી લીધી હતી.  હાલ તેની જામનગરમાં સારવાર ચાલી રહી છે.

Niraj Patel