આશાનું કિરણ ખજુરભાઇ ! ગઢડામાં છેલ્લા 7 વર્ષથી પથારીવશ 51 વર્ષીય મહિલાની વ્હારે આવ્યા નીતિન જાની, વીડિયો જોઇ તમારી આંખમાંથી પણ આવી જશે આંસુ

દુ:ખિયાડી મહિલાની એવી વ્યથા સાંભળી કે એક મિનિટ પણ ના રહી શક્યા ખજૂરભાઈ! વીડિયો જોઈને સલામ કરશો

Khajurbhai News : ખજુરભાઇ એટલે કે નીતિન જાની જેમનું નામ સાંભળતા જ ગુજરાતીઓ ગર્વ અનુભવે. ગુજરાતના સોનુ સૂદ તરીકે ઓળખાતા અને ગરીબોના મસીહા બની ચૂકેલા નીતિન જાનીને હવે કોઇ ઓળખની જરૂર નથી. તેઓ એક એવું નામ બની ગયા છે, જે ગુજરાતના દરેક ગામ અને ઘરમાં ગુંજી રહ્યું છે. નીતિન જાની યૂટયૂબરની સાથે સાથે ખરા અર્થમાં એક સમાજસેવી તરીકે ઉભરી આવ્યા છે.

તેઓ આખા ગુજરાતમાં લોકપ્રિય છે. તેમના સેવાકીય કામને કારણે તેઓ ઘણીવાર ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે હાલમાં પણ તેઓ તેમના સેવાકીય કામને લઇને ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. ગઢડામાં રહેતા 51 વર્ષિય આશાબેન શેખ કે જેઓ છેલ્લા 7 વર્ષથી માંદગીના ખાટલે છે, તેની જાણ નીતિન જાનીને થઇ હતી અને તે બાદ તેઓ ગઢડા દોડી આવ્યા હતા.

તેમણે આશાબેનને એર કુલર તેમજ એર ગાદલું આપ્યુ અને મકાન બનાવવાની પણ ખાતરી આપી. ખજુરભાઈના ગઢડામાં આવ્યાની જાણ થતા જ મોટી સંખ્યામાં લોકો તેમને જોવા ઉમટી પડ્યા હતા. બોટાદ જિલ્લાના ગઢડામાં આવેલ બોટાદના ઝાંપે વિસ્તારમાં રહેતા આશાબેન શેખ 7 વર્ષ પહેલા પડી ગયા હતા, જેને કારણ તેમના મણકા તુટી જતા અને પેરેલીસીસ થયુ હોવાને કારણે તેઓ પથારીમાં હતા.

આશાબેન ખાટલા પર સાડીના લીરા કરીને પર બાંધીને બેસતાં અને આ કારણે તેઓ હેરાન પરેશાન થઈ રહ્યા હતા. તેમના માતા-પિતા અને ભાઈનું પણ નિધન થતા તેઓ એકલા જ રહી રહ્યા હતા. આશાબેન દ્વારા સગા સંબંધીઓ અને સંસ્થાઓ તેમજ આગેવાનો પાસે અનેકવાર મદદ માંગવામાં આવી પણ કોઇ તેમના વ્હારે ન આવ્યુ.

જો કે, આખરે આશાબેને ખજુરભાઈને ફોન કરતા તેઓ ગઢડા દોડી આવ્યા અને તેમણે આશાબેનને એર કુલર, એર ગાદલું આપ્યું હતું. ખજુરભાઇએ ભાવપૂર્વક આશાબેનને જમાડિયા અને તેમને મકાન બનાવી આપવાની તેમજ સારવાર કરાવવાની ખાતરી આપી. નિતીન જાનીના ગઢડા આવ્યા હોવાના સમાચાર મળતા જ લોકોની ભીડ મોટી સંખ્યામાં ઉમટી પડી હતી.

Shah Jina