ખજુરભાઈ ઉર્ફે નીતિન જાની આવ્યા વૃદ્ધની મદદે, દીકરાએ માર્યો પિતાને ઢોર માર તો ખજુરભાઈએ એવું કર્યું કે તમે પણ વંદન કરશો

90 વર્ષના વૃદ્ધ માટે ભગવાન બનીને આવ્યો ખજૂર, જે મદદ કરી એ જાણીને સલામ કરશો

આજે સંબંધોને શર્મસાર કરનારી ઘણી ઘટનાઓ આપણી આસપાસ બનતી જોવા મળી રહી છે. આજે સગા દીકરાઓ પણ પોતાના માતા પિતા ઉપર ત્રાસ ગુજારી રહ્યા છે, ત્યારે હાલમાં ગુજરાતમાં કોમેડી દ્વારા ઘણા લોકોના દિલમાં એક આગવી જગ્યા બનાવનાર અભિનેતા ખજુરભાઈ ઉર્ફે નીતિન જાની દ્વારા સમાજ સેવાના ઉમદા કાર્યો કરવામાં આવી રહ્યા છે. ત્યારે હાલ એવું જ એક ઉમદા કાર્ય ખજુરભાઈ દ્વારા કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલી જિલ્લાના રાજુલાના મફતપરામાં 90 વર્ષના વૃદ્ધને તેના પુત્રએ ઘરની બહાર કાઢીને ઢોર માર માર્યો હતો. 90 વર્ષના વડીલને મારને લીધે ઈજા પણ પહોંચી. ત્યારે આ સમગ્ર મામલાની જાણ અભિનેતા નીતિન જાનીને થઇ હતી. જેના બાદ ખજુરભાઈ ત્યાં દોડી આવ્યા હતા.

નીતની જાનીએ તરત ત્યાં પહોંચી અને વૃદ્ધની મદદ કરવા માટે તજબીજ હાથ ધરી. 90 વર્ષના વૃદ્ધની આવી હાલતનો વીડિયો પણ નીતિન જાનીએ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો જેના બાદ પોલીસ પણ હરકતમાં આવી અને રાજુલા પોલીસે વૃદ્ધ પિતાને માર મારનાર પુત્ર વિરુદ્ધ ગુન્હો નોંધીને તેની અટકાયત પણ કરી હતી.

આ પહેલા પણ જયારે તૌકતે વાવાઝોડું ત્રાટક્યું હતું ત્યારે નીતિન જાનીએ આ દાદાનું મકાન પણ બનાવી આપ્યું હતું. વાવાઝોડાના કારણે તેમનું મકાન ધરાશયી થઇ ગયું હતું. ત્યારે વૃદ્ધાના દીકરાએ મકાન બનાવવા માટે ના પાડી હતી અને વૃદ્ધને ઢોર માર પણ માર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવાની સાથે જ સોશિયલ મીડિયામાં પણ લોકો આ કપૂત પુત્ર વિરુદ્ધ ફિટકાર વરસાવી રહ્યા છે.

આ ઉપરાંત પણ નીતિન જાની, તેમના ભાઈ તરુણ જાની અને તેમની ટીમ ઘણા લોકોની મદદ માટે આગળ આવી રહી છે. તૌકતે વાવાઝોડાના કારણે સર્જાયેલી તારાજીના કારણે ઘણા લોકો સંકટમાં મુકાઈ ગયા હતા. જેમાંથી ઘણા લોકોની મદદ માટે નીતિન જાની આગળ આવ્યા છે.

Niraj Patel