આ દાદાનું દુ:ખ જોઇ પોતે ખજુરભાઇ ઉર્ફે નીતિન જાની પણ રડી પડ્યા- જુઓ વીડિયો

પહેલી વાર બન્યું કે ખજૂર ભાઈ પોતે આ દુઃખ જોઈ રડી પડ્યા, તસ્વીરોમાં સુંદર કામ જોઈને જોઈને લોકો નીતિન જાનીને દુવા આપવા લાગ્યા

ગુજરાતના સોનુ સૂદ તરીકે ઓળખાતા અને લોકો માટે મસીહા બની ચૂકેલા નીતિન જાની ઉર્ફે ખજુરભાઈને આજે કોઈ ઓળખની જરૂર નથી.કોમેડીથી પોતાના કેરિયરની શરૂઆત કરનારા નીતિન જાની આજે ગુજરાતના દરેક ઘરમાં ઓળખાય છે, દરેક વ્યક્ત્તિના મોઢે તેમનું નામ હાજર છે. ગુજરાતની અંદર તેમને જે લોકસેવાના કાર્યો કર્યા છે તેના માટે ગુજરાતીઓ તેમને દિલથી સલામ કરે છે.

નીતિન જાનીએ શરૂઆતમાં નામના ભલે તેમના કોમેડી વીડિયો દ્વારા મેળવી હોય પરંતુ લોકોના ભગવાન તરીકે ખજુરભાઈ તેમના સેવાકીય કાર્યો દ્વારા ઓળખાયા છે. નીતિન જાની ગમે ત્યાં જાય તેમના સેવાકીય કાર્યોની ઝલક જોવા મળતી હોય છે. ખજુરભાઈ સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે અને તેમના વીડિયો પણ શેર કરતા રહે છે, જેમાં તેમના સેવાકીય કામોની ઝાંખી જોવા મળતી હોય છે. તેમના સેવાકીય કામોને લોકો બિરદાવતા પણ હોય છે. ત્યારે હાલમાં જ તેમનો એક વીડિયો સામે આવ્યો છે,

જેમાં તેઓ ખૂબ જ ભાવુક જોવા મળી રહ્યા છે. વીડિયોમાં ખજુરભાઇ કહે છે કે તેઓ સાવરકુંડલાના થોરડી ગામે પહોંચ્યા છે. જ્યાં એક ભુદેવ દાદા છે, જેમનું ઘર વાવાઝોડામાં પડી ગયુ છે. નીતિન જાની જે દાદા જોડે પહોંચ્યા હતા, તેઓ બરાબર ચાલી પણ શકતા નહોતા અને તેઓ ખજુરભાઇ સામે પોતાની વ્યથા વ્યક્ત કરતા રડતા જોવા મળ્યા હતા.આ દાદા તેમની હાલતથી એવા કંટાળી ગયા છે કે તેઓ ખજુરભાઇને કહી રહ્યા છે કે હું વિચારુ કે દવા પી મરી જાઉં. જ્યારે નીતિન જાની કહી રહ્યા છે કે મરવાનું એવા વિચાર નહિ કરવાના.

ભુદેવ દાદા ખજુરભાઇને કહી રહ્યા છે કે તમે તો ભગવાનનો અવતાર છો, પૈસા ઘણા પાસે છે પણ શું કામના.. વીડિયોમાં ખજુરભાઇ અને તેમની ટીમ ભુદેવ દાદાનું ઘર બનાવતી પણ જોવા મળી રહી છે.તેઓ પાંચથી સાત લોકો કામ કરી રહ્યા છે. વીડિયોમાં ખજુરભાઇ છેલ્લે કહેતા જોવા મળી રહ્યા છે કે દાદાનું ઘર પણ ઘણુ ખરુ તૈયાર થઇ ગયુ છે. દાદા કહી રહ્યા છે કે ખજુરભાઇના મા-બાપને હું પ્રણામ કરુ છુ, તેમને આવો અવતાર દીધો. કાલ સુધી મારુ ખંડેર જેવું ઘર હતુ અને આજે બંગલો બનાવી દીધો.

Shah Jina