લગ્નમાં ઢોલ વગાડતા વ્યક્તિનો વીડિયો સામે આવતા જ KGF ચાહકો રહી ગયા હેરાન, બોલ્યા- રોકી ભાઇ આ કઇ લાઇનમા આવી ગયા..

‘KGF ચેપ્ટર 2’ બાદથી રોકી ભાઈનો સ્વેગ અને ‘હે તન્ના ની નરે તાની નાના રો તાને નાને ના…’ની ધૂન ઘણી વાયરલ થઈ રહી છે. બોક્સઓફિસ પર પણ રોકી (યશ)નો જલવો રહ્યો છે. ચાહકોએ ‘રોકી ભાઈ’ને દરેક રીતે કોપી કરવાનો પ્રયાસ કર્યો છે. તેના જેવી દાઢી કે હેરસ્ટાઈલ. ફિલ્મના બીજા ચેપ્ટરે બોક્સ ઓફિસ પર જોરદાર ધૂમ મચાવી છે, જ્યારે હવે લોકોમાં રોકી ભાઈ અને તેની સ્ટાઈલનો ક્રેઝ એટલો વધી ગયો છે કે હવે તેના ચાહકો આ ફિલ્મના ત્રીજા ભાગની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન યશનો એક વીડિયો સામે આવ્યો જેમાં તે ઢોલ વગાડતો જોવા મળી રહ્યો છે.

તેને જોઈને ‘KGF’ના ચાહકો પૂછી રહ્યા છે – રોકી ભાઈ, કઈ લાઈનમાં આવી ગયા ? વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ લગ્નમાં ઢોલ વગાડતો જોવા મળે છે, જેનો લુક ‘રોકી ભાઈ’ જેવો જ છે. વિશ્વાસ ન આવતો હોય તો જાતે જ જોઈ લો. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો હતો, જેને અત્યાર સુધીમાં લાખો લોકો લાઇક કરી ચૂક્યા છે. વિડિયોમાં જોઈ શકાય છે કે લાંબા વાળ અને દાઢીવાળા એક વ્યક્તિએ સોનેરી રંગનું જેકેટ પહેર્યું છે અને લગ્નમાં ઢોલ વગાડી રહ્યો છે.

આ વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને સૌ કોઈ ચોંકી ગયા છે અને દરેકના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે રોકી ભાઈ ઢોલ કેમ વગાડી રહ્યા છે. જો કે, તમને જણાવી દઈએ કે આ રોકી ભાઈ નથી પરંતુ તેમના જેવો દેખાતો કોઈ અન્ય વ્યક્તિ છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો સામે આવતાની સાથે જ રોકીના ભાઈના ચાહકોના રિએક્શન આવવા લાગ્યા અને લોકોએ તેના પર ઘણી ફની કમેન્ટ્સ કરવાનું શરૂ કરી દીધું. એક યુઝરે રોકી ભાઈની સ્ટાઈલમાં લખ્યું – આઇ ડોન્ટ લાઇક ઢોલ બટ ઢોલ લાઇક્સ મી.

 

View this post on Instagram

 

A post shared by memes comedy (@ghantaa)

તો બીજા યુઝરે લખ્યું- બધુ સોનું સમુદ્રમાં ડૂબી ગયા બાદ રોકી ભાઇ. આટલું જ નહીં, એક વ્યક્તિએ એમ પણ લખ્યું કે- ‘ફિલ્ડ જે પણ હોય ભાઈએ અહીં પણ ગોલ્ડન જેકેટ પહેર્યું છે’. તમને જણાવી દઈએ કે, KGF ફિલ્મનો પહેલો ચેપ્ટર વર્ષ 2018માં આવ્યો હતો અને ત્યારથી લોકો તેના બીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મની વાર્તા, એક્શન અને અભિનય બધું જ હૃદયને હચમચાવી દેનારું છે. પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અભિનેતા યશ મોટા પડદા પર ‘રોકી ભાઈ’ના રોલમાં એવી રીતે ફેમસ થયો કે લોકો તેને યશથી નહિ પણ રોકી ભાઇના નામથી જ બોલાવે છે.

Shah Jina