2 લાખ નાખીને સ્ટાર્ટ કરો આ બિઝનેસ, દર મહિને થશે રૂ. 50,000 નો નફો, સરકાર કરશે 80% મદદ
જો તમે ઓછા રોકાણમાં કોઇ બિઝનેસ શરૂ કરવા માગો છો તો અમે તમારા માટે એક એક એવા બિઝનેસની જાણકારી લઇને આવ્યા છીએ, જેમાં તમે ઓછા રોકાણમાં વધારે પ્રોફિટ કમાઇ શકો છો. ખાસ વાત તો એ છે કે આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે ફક્ત 2 લાખ રૂપિયા લગાવવા પડશે અને બાકીના પૈસા કેન્દ્ર સરકાર તમને આપશે. સરકારની મુદ્રા સ્કીમ અંતર્ગત તમને સરળતાથી લોન મળી જશે.ટોમેટો સોસ કે ટોમેટો કેચઅપની ડિમાન્ડ લગભગ દરેક સમય અને વધારે પ્રમાણમાં ઘરો અને હોટલમાં રહે છે.
આજ-કાલ તો માર્કેટમાં ઘણા મોટા અને પોપ્યુલર બ્રાંડ સાથે અલગ અલગ લોકલ બ્રાન્ડ પણ છે. જો લોકલ બ્રાન્ડની ક્વોલિટી સારી હોય તો તેની માંગ વધી જાય છે. આ બિઝનેસ માટે કુલ ખર્ચ 7.82 લાખ રૂપિયા છે, ફિક્સ્ડ કેપિટલ 2 લાખ રૂપિયા જેમાં મશીનરી અને ઇક્યૂપમેન્ટનો ખર્ચ સામેલ છે. વર્કિંગ કેપિટલ 5.82 લાખ રૂપિયા જેમાં ટામેટા, રો-મટિરિયલ, ઇન્ગ્રેંડિઅન્ટ, કામ કરનારની સેલેરી, પેકિંગ, ટેલિફોન, રેન્ટ વગેરે ખર્ચ સામેલ છે. આમાં તમારે 1.95 લાખ રૂપિયા તમારા પાસેથી લગાવવા પડશે.
ટર્મ લોન 1.50 લાખ રૂપિયા હશે. વર્કિંગ કેપિટલ લોન 4.36 લાખ રૂપિયા હશે. આ લોન મુદ્રા યોજના અંતર્ગત તમને કોઇ પણ બેંકથી સરળતાથી મળી જશે. 7.82 લાખ રૂપિયાના રોકાણમાં જે એસ્ટીમેટ છે, તે રીતે વર્ષનું ટનઓવર 28.80 લાખ રૂપિયા થઇ શકે છે. કાસ્ટ ઓફ પ્રોડક્શન 24.22 લાખ રૂપિયા વર્ષના, નેટ પ્રોફિટ- 4.58 લાખ રૂપિયા વર્ષના, મહિનાનો પ્રોફિટ – 40 હજાર રૂપિયા. મુદ્રા યોજના અંતર્ગત લોન માટે તમારે સરકારી અથવા તો બેંકની શાખામાં આવેદન આપવું પડશે. જો તમે પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગો છો
તો તમારા મકાનનો માલિકાના હક અથવા તો ભાડાના દસ્તાવેજ, કામ સાથે જોડાયેલી જાણકારી, આધાર, પાન નંબર સહિત અનેક દસ્તાવેજ આપવા પડશે. બેંક મેનેજર સાથે વેરિફિકેશન બાદ લોન મંજૂર થશે.આ માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત તમે કોઇ પણ બેંકમાં એપ્લાય કરી શકો છો. તમારે એક ફોર્મ ભરવાનું રહેશે, જેમાં ડિટેઇલ્સ આપવી પડશે, જેમ કે…નામ, એડ્રેસ, બિઝનેસ એડ્રેસ, એજ્યુકેશન, અત્યારની ઇનકમ અને કેટલી લોન જોઇએ. તેમાં કોઇ પ્રોસેસિંગ ફી કે ગેરંટી ફી પણ નહિ આપવી પડે.