24 વર્ષિય યુવતિની સંદિગ્ધ પરિસ્થિતિમાં થઇ મોત, પતિ કરતો હતો મારપીટ, વાળ ખેંચી તેના પગથી ચહેરા પર…

લગ્નના થોડા જ મહિના બાદ મહિલાની મોત, પરિવારજને ભાંડો ફોડ્યો

કેરળના કોલ્લમ જિલ્લામાં રાજય સરકારના એક કર્મચારી પર તેના સાસરાવાળાએ દહેજ હત્યાનો આરોપ લગાવ્યો છે. આ સનસનીખેજ મામલામાં મર્યા પહેલા પીડિતાએ પોતે પતિ પર પ્રતાડિત કરવાનો અને પગથી તેના ચહેરા પર માર મારવા જેવા આરોપ લગાવ્યા હતા. પરિજન અનુસાર કોરોના કાળની શરૂઆત બાદ છેલ્લા વર્ષે તેમના લગ્નમાં દહેજના રૂપમાં 14 લાખની ગાડી, એક એકડ જમીન અને સોનાના 100 સિક્કા આપ્યા હતા તે છત્તાં તેમની દીકરીને પ્રતાડિત કરીને મારી નાખી.

Image source

ધ ન્યુઝ મિનટની ખબર અનુસાર, મૃતકનું નામ વિસ્મયા નાયર હતુ, તે 24 વર્ષની હતી અને BAMS ફાઇનલ યરની સ્ટુડેંટ હતી. તેના લગ્ન માર્ચ 2020માં કોલ્લમ જિલ્લાના સસ્થામંદાના રહેવાસી કિરણ કુમાર સાથે થયા હતા. કિરણ કુમાર મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો.

Image source

મીડિયા સાથે વાત કરતી વખતે પરિવાર દ્વારા જણાવવામાં આવ્યુ કે, વોટ્સએપ ચેટમાં વિસ્મયાએ જણાવ્યુ કે, તેના પતિને તે ગાડી પસંદ ન હતી જે દહેજમાં આપવામાં આવી હતી જેને કારણે તે અવાર નવાર તેની સાથે મારપીટ કરતો હતો. વોટ્સએપ ચેટ અનુસાર, મહિલાનો પતિ તેને વાળ પકડીને ખેચતો અને તેના ચહેરા પર પગથી માર મારતો હતો. તેમજ ગાળો પણ આપતો હતો અને તેના કહેતો કે તેમે હેસિયત હિસાબે દહેજ મળ્યુ નથી.

Image source

વિસ્મયાના પરિવારનો આરોપ છે કે ભાઇથી મારપીટ બાદ પરિવારે પોલિસમાં ફરિયાદ કરી હતી અને કિરણ કુમારને પોલિસ સ્ટેશન પણ લઇ જવામાં આવ્યો હતો. આરોપ છે કે, કિરણ કુમારના પરિવારે સર્કિલ ઓફિસર સાથે મળીને મામલો રફા દફા કરાવી દીધો. તે બાદ કેટલાક મહિના સુધી વિસ્મયા સાસરે ગઇ હતી નહિ.

Image source

હવે તે બે મહિના પહેલા જયારે BAMSની પરિક્ષા આપવા ગઇ તો તેને ઘરે લઇ ગયો અને તેને કિરણ તેની માતા સાથે જ વાત કરવા દેતો હતો. 21 જૂનના રોજ 24 વર્ષિય વિસ્મયાની સંદિગ્ધ પરિસ્થિતિમાં મોત થઇ ગઇ હતી.

Shah Jina