વાહ દીકરી વાહ: રમકડાંની જેમ પેટ્રોલનું ટેન્કર ચલાવે છે આ દીકરી, પોલીસ પણ જોતા ચોંકી ગઈ

છેલ્લા ત્રણ-ત્રણ વર્ષથી એક જ ટ્રીપમાં 300 KM નોન-સ્ટોપ પેટ્રોલનું ટેન્કર ચલાવે છે ભારતની આ દીકરી, અચાનક RTOની નજરમાં આવી ગઈ! જાણો પછી શું થયું

કેરળના ત્રિશુરાની રહેવાસી 24 વર્ષિય એમકોમની વિદ્યાર્થી ડેલિશા ડેવિસને નાની ઉંમરથી ડ્રાઇવિંગનો શોખ હતો. તેના પિતા ડેવિસ પીએ 42 વર્ષોથી ટેન્કર ડ્રાઇવર છે. તેમને પણ તેમની દીકરીને ડ્રાઇવિંગ માટે પ્રોત્સાહિત કરવામાં કોઇ તકલીફ ન હતી.

ડેલિશા હવે તેના પિતાના ટેંકર ટ્રકને ચલાવે છે. ટેંકરોમાં ખતરનાક સામાન હોય છે અને એક વિઝિટ લગભગ 300 કિલોમીટર સુધીની હોય છે.

ડેલિશાની કહાની બે સપ્તાહ પહેલા ત્યારે સામે આવી જયારે મોટર વાહન વિભાગના એક અધિકારીએ તેનુ ટેંકર રોકી દીધુ. તે ફ્યૂલ લઇને તિરૂર જઇ રહી હતી. અધિકારીને કોઇએ સૂચિત કર્યા હતા કે તેણે લોકડાઉન દરમિયાન એક યુવા છોકરીને ટેંકર ચલાવતા જોઇ.

અધિકારી ત્યારથી તેની શોધમાં હતા. તેમને આશ્ચર્ય ત્યારે થયુ જયારે ડેલિશાએ તેનું ભારી વાહન લાયસન્સ અને ખતરનાક સામાન લઇ જવાનુ લાયસન્સ બતાવ્યુ.

તેણે 16 વર્ષની ઉંમરમાં જ ટેંકર ચલાવવાનું શીખી લીધુ હતુ, પરંતુ ડેવિસ ઇચ્છતા હતા કે તે લાયસન્સ મળવા સુધી રાહ જુએ, તેણે 20 વર્ષની ઉંમરે ભારી અને ખતરનાક સામાન લાયસન્સ હાંસિલ કરી લીધુ.

Shah Jina