અમદાવાદના રિક્ષાવાળાએ કેજરીવાલને કહ્યું, “મારા ઘરે જમવા આવશો ?” કેજરીવાલે કહ્યું, “મારી હોટલે રીક્ષા લઈને લેવા આવજો !” આખી કહાની છે ખુબ જ રોચક

દિલ્હીના મુખ્યમંત્રી ચૂંટણી પ્રચારને લઈને હાલ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે અરવિંદ કેજરીવાલે સોમવારે અમદાવાદમાં એક ઓટો-રિક્ષા ચાલકના ઘરે રાત્રી ભોજન લીધું હતું. પરંતુ કેજરીવાલની સુરક્ષાને લઈને તેમની હોટલની બહાર ફરજ બજાવી રહેલા પોલીસ અધિકારીઓ સાથે પ્રોટોકોલ પર ઉગ્ર દલીલ બાદ, દિલ્હીના મુખ્યમંત્રીનો ઓટો-રિક્ષા ચાલકના ઘરે ભોજન કરવાનો કાર્યક્રમ હાઈ-વોલ્ટેજ ડ્રામા બની ગયો.

આગામી વિધાનસભા ચૂંટણી માટે AAPના પ્રચારના ભાગરૂપે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવેલા કેજરીવાલે બપોરે અમદાવાદમાં ઓટો-રિક્ષા ચાલકોની એક સભાને સંબોધી હતી. કેજરીવાલના સંબોધન પછી શહેરના ઘાટલોડિયા વિસ્તારના રહેવાસી વિક્રમભાઈ દંતાણી નામના ઓટો રિક્ષા ચાલકે તેમને તેમના ઘરે જમવાની વિનંતી કરી.

દંતાણીએ કેજરીવાલને કહ્યું કે “હું તમારો ફેન છું. મેં સોશિયલ મીડિયા પર એક વીડિયો જોયો જેમાં તમે પંજાબમાં એક ઓટો ડ્રાઈવરના ઘરે ડિનર કરવા ગયા હતા. તો શું તમે મારા ઘરે ડિનર કરવા આવશો?” દિલ્હીના મુખ્યમંત્રીએ તરત જ આમંત્રણનો ‘હા’માં જવાબ આપ્યો. AAP નેતાએ કહ્યું કે પંજાબ અને ગુજરાતના ઓટો વાલા મને પ્રેમ કરે છે. તો શું મારે આજે આઠ વાગે તેના ઘરે જવું જોઈએ?

જ્યારે કેજરીવાલે તેમને તેમની હોટેલમાંથી લેવા અને તેમની ઓટો-રિક્ષામાં તેમના ઘરે લઈ જવા વિનંતી કરી, ત્યારે દંતાણી સંમત થયા. આ પછી મોડી સાંજે દંતાણી દિલ્હીના સીએમને લેવા સિંધુ ભવન રોડ પર આવેલી ફાઈવ સ્ટાર હોટલ પહોંચ્યા હતા. ગુજરાત AAP પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને પાર્ટીના રાષ્ટ્રીય સંયુક્ત મહાસચિવ ઇસુદાન ગઢવી પણ દિલ્હીના મુખ્યમંત્રી સાથે દંતાણીની ઓટો-રિક્ષામાં બેઠા હતા.

સુરક્ષા પ્રોટોકોલ પર દલીલ કર્યા પછી, એક પોલીસ અધિકારી ઓટો-રિક્ષા ચાલકની બાજુમાં બેઠો હતો જ્યારે પોલીસ બે કાર સાથે ઓટો-રિક્ષાને ઘાટલોડિયા તરફ લઈ ગઈ હતી. કેજરીવાલ અને રાજ્યના અન્ય AAP નેતાઓએદંતાણીના સામાન્ય ઘરમાં જમીન પર બેસીને ભોજન કર્યું હતું.

ભોજન લીધા બાદ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું, “અમદાવાદમાં ઓટો ડ્રાઈવર વિક્રમભાઈ દંતાણી, તેમને પ્રેમથી તેમના ઘરે જમવા લઈ ગયા, આખા પરિવાર સાથે તેમનો પરિચય કરાવ્યો, સ્વાદિષ્ટ ભોજન સાથે ખૂબ માન આપ્યું. વિક્રમભાઈ અને ગુજરાતના આ અપાર સ્નેહ માટે હૃદયપૂર્વકની શુભેચ્છાઓ. અમારા તમામ ઓટો ડ્રાઈવર ભાઈઓનો આભાર.

Niraj Patel