મૂળ રાજકોટ અને હાલ અમદાવાદમાં રહેતા 9 વર્ષના આર્યવે KBCમાં લાખો રૂપિયા સાથે જીત્યા લાખો લોકોના દિલ, અમિતાબ પણ થયા ઈમ્પ્રેસ, જુઓ વીડિયો
ટીવી પર પ્રસારિત થતો શો કોન બનેગા કરોડપતિ આજે દરેક ઘરની પહેલી પસંદ છે, આ શો ટીવી પર આવતા જ લોકો ટીવીની સામે ગોઠવાઈ જાય છે, કારણે આ શોની અંદર જ્ઞાન સાથે ગમ્મ્ત પણ મળે છે. ત્યારે હાલ આ શો તેના મજેદાર પડાવ પર છે. આ શોમાં હાલ જુનિયર એપિસોડ ચાલી રહ્યો છે ઘણા બધા ટેલેન્ટેડ બાળકો શોના હોસ્ટ અમિતાભ બચ્ચન સાથે સાથે કરોડો ભારતીયોના દિલ પણ જીતી રહ્યા છે.
ત્યારે આ શોની હોટસીટ પર મૂળ રાજકોટ અને હાલ અમદાવાદમાં રહેતો આર્યવ શાહ જોવા મળ્યો હતો. આર્યવને બાળપણથી જ ભણવામાં અને બુક વાંચવામાં ખુબ જ રસ છે અને તેનો આ શોખ તેને કોણ બનેગા કરોડપતિની હોટ સીટ પર લઇ આવ્યો. જયારે ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટમાં આર્યવે સાચા જવાબ આપ્યા ત્યારે તેના મમ્મી પપ્પા પણ ખુબ જ ખુશ થઇ ગયા હતા અને તેમની આંખમાંથી પણ આંસુઓ આવી ગયા હતા.
KBC 14માં આવ્યા બાદ આર્યવે કહ્યું કે તેનો હેતુ KBCની હોટસીટ પર બેસવાનો છે. આ પછી, તે બિગ બીની સીટ પર પણ કબજો કરે છે. એટલું જ નહીં, તે સ્ક્રીન પર અમિતાભ બચ્ચનનું રિપોર્ટ કાર્ડ પણ બતાવે છે. રમત દરમિયાન અમિતાભ એક ભૂલ કરે છે, જેના પછી તે પોતાને થપ્પડ મારે છે. અમિતાભ સ્પર્ધકના નામનો ખોટો ઉચ્ચાર કરે છે.
જેના બાદ આર્યવ તેમને અટકાવે છે અને કહે છે, “તમે મારા નામની જોડણી ખોટી કરી છે…તમે ‘આરવ’ ઉચ્ચાર્યું છે…મારું નામ આર્યવ છે.” આર્યવની વાત સાંભળીને બિગ બી મજાકમાં પોતાના ગાલ પર થપ્પડ મારે છે. આ જોઈને બધા હસવા લાગે છે. આ પછી આર્યવ કહે છે કે લોકો ઘણીવાર તેના નામનો ખોટો ઉચ્ચાર કરે છે અને તેનાથી તે ખૂબ ગુસ્સે થાય છે.
View this post on Instagram
આ શોમાં આર્યવે ખુબ જ શાનદાર રમત બતાવી હતી અને 25 લાખ રૂપિયા પણ જીત્યા હતા. આર્યવ 50 લાખનો જવાબ આપી શક્યો નહોતો, કારણ કે તેની પાસે કોઈ લાઈફ લાઈન બચી નહોતી અને તેને રિસ્ક લેવાના બદલે ગેમ ક્વિટ કરવાનું જ નક્કી કરી લીધું. આ શોનો પ્રોમો વીડિયો પણ સોની ટીવી દ્વારા શેર કરવામાં આવ્યો છે, જેમાં આર્યવના મસ્તી મજાક અને બોલવાના અંદાજથી અમિતાબ પણ ઇમ્પ્રેસ થઇ જાય છે.