કેટરીના કૈફ પતિ વિક્કી કૌશલ સાથે પુલમાં થઇ રોમેન્ટિક, પતિની બાહોમાં ખુશખુશાલ દેખાઈ રહી છે, સલમાનના ફેન્સ ચોંક્યા

કેટરીના કૈફ તેના પતિ વિક્કી કૌશલ સાથે સોશિયલ મીડિયા પર બહુ ઓછી તસવીરો શેર કરે છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં આ કપલે રાજસ્થાનમાં લગ્ન કર્યા હતા અને ત્યારથી આ કપલ સતત કામમાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં વીકેન્ડના મૂડને રોમેન્ટિક બનાવતા કેટરીનાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે જેમાં બંને પૂલમાં જોવા મળી રહ્યા છે અને ખૂબ જ હોટ દેખાઈ રહ્યા છે. બોલિવૂડની ચિકની ચમેલી કેટરીના આ પહેલા પણ વિક્કી સાથેના આવા રોમેન્ટિક ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી ચૂકી છે.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif)

તસવીરોમાં જોઇ શકો છો કે કપલ પૂલમાં છે અને પાણીની અંદર રોમાન્સ કરી રહ્યાં છે. કેટરિના વિક્કીને ગળે લગાવી રહી છે અને આ સમયે તેણે સફેદ મોનોકિની પહેરી છે. ત્યાં વિક્કી શર્ટ વગર જોવા મળી રહ્યો છે. અભિનેત્રીએ તેને એકદમ ટાઇટ હગ કર્યુ છે અને કેમેરા સામે પોઝ આપી રહી છે. આ તસવીર શેર કરતા અભિનેત્રીએ લખ્યું, ‘Me and Mine’. આ તસવીર પર ચાહકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘મેડ ફોર ઇચ અધર.’

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif)

એકે લખ્યું, ‘તમે અને તમારું. જો વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કેટરીના કૈફ ટાઈગર 3માં જોવા મળશે. તે સલમાન ખાન સાથે ફરી એકવાર સ્ક્રીન શેર કરવા જઇ રહી છે. આ સિવાય તે સિદ્ધાંત ચતુર્વેદી, ઈશાન ખટ્ટર સાથે ફોન ભૂતમાં પણ જોવા મળશે. આ ઉપરાંત પણ તેની પાસે બીજી કેટલીક ફિલ્મ છે. ત્યાં, વિક્કી કૌશલના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે લુકા ચુપ્પી 2 માં જોવા મળશે. આ ફિલ્મમાં તે અભિનેત્રી સારા અલી ખાન સાથે રોમાન્સ કરતો જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif)

તમને જણાવી દઈએ કે તાજેતરમાં કેટરિના કૈફે તેની માતા સુઝેનનો 70મો જન્મદિવસ ઉજવ્યો હતો. જો કે, અભિનેત્રીએ પોસ્ટ કરેલી તસવીરોમાં વિક્કી કૌશલ જોવા મળ્યો ન હતો. એવું માનવામાં આવે છે કે કામના કારણે તે જન્મદિવસની પાર્ટીમાં હાજર રહી શક્યો ન હતો. પરંતુ વીકએન્ડ પર તે પોતાના પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે.

Shah Jina