કેટરીના કૈફને આ સેલેબ્સે આપ્યા લાખો-કરોડોના કિંમતી ગિફ્ટ્સ, EX બોયફ્રેન્ડ સલમાન અને રણબીરનું ગિફ્ટ સાંભળી આંખો પહોળી થઇ જશે

બોલિવૂડના ફેમસ કપલ વિક્કી કૌશલ અને કેટરીના કૈફના લગ્ન ગત દિવસોમાં ધૂમધામથી સંપન્ન થયા હતા. વિક્કી અને કેટરીનાના લગ્ન એટલા રોયલ હતા કે તેને વર્ષ 2021ના સૌથી મોંઘા લગ્નનો ટેગ આપવામાં આવી રહ્યો છે. આટલું જ નહીં, આ બંને સેલેબ્સના લગ્નની એક ખાસ વાત એ હતી કે વિક્કી-કેટરિનાને તેમના મિત્રો અને ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોએ ખૂબ જ મોંઘી ગિફ્ટ્સ આપી છે. આ દરમિયાન સૌથી વધુ ચર્ચા કેટરિના કૈફના એક્સ બોયફ્રેન્ડની ગિફ્ટની થઇ રહી છે. શું તમે જાણો છો કે રણબીર કપૂર અને સલમાન ખાને કેટરીના કૈફને લગ્નના ખાસ અવસર પર શું ગિફ્ટ આપી હતી ?

કેટરિના કૈફ અને વિક્કી કૌશલે 9 ડિસેમ્બરે રાજસ્થાનમાં રજવાડા સ્ટાઈલમાં ધામધૂમથી લગ્ન કર્યા હતા, જેની ચર્ચા બોલિવૂડના ગલિયારાઓમાં જોરોશોરોથી થઈ રહી છે. કેટરિના અને વિક્કીના લગ્ન કડક સુરક્ષા વચ્ચે થયા, જેના કારણે બંનેની તસવીરો સામે આવી શકી નહીં. એટલું જ નહીં લગ્નમાં આવેલા મહેમાનોએ પણ કોઈ તસવીર શેર કરી ન હતી. પરંતુ તેઓએ લગ્નના ફંક્શનની ઘણી તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

પરંતુ લગ્ન બાદ કેટરીના અને વિક્કીના ઘણા ચાહકો જાણવા માંગે છે તેમને તેમના ઇન્ડસ્ટ્રીના મિત્રો તરફથી શું ગિફ્ટ્સ મળી છે. કેટરિના અને વિક્કી કૌશલે લગ્ન માટે બોલિવૂડ જગતના અમુક લોકોને જ આમંત્રણ આપ્યું હતું, પરંતુ જે સ્ટાર્સ લગ્નમાં આવ્યા ન હતા તેમણે પણ કેટરીના અને વિક્કીને મોંઘી ભેટ મોકલી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેટરીના અને શાહરૂખ ખાને ફિલ્મ ‘જબ તક હૈ જાન’માં સાથે કામ કર્યું હતું. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે શાહરૂખ ખાને કેટરીના અને વિક્કીને એક શાનદાર પેઇન્ટિંગ મોકલી છે, જેની કિંમત દોઢ લાખ જણાવવામાં આવી રહી છે.

હ્રતિક રોશને બંનેને BMW G310 R બાઇક ગિફ્ટ કરી છે, જેની કિંમત 3 લાખ છે. વિક્કી કૌશલ અને તાપસી પન્નુ ફિલ્મ ‘મનમર્ઝિયા’માં જોવા મળ્યા હતા. અભિનેત્રીએ વિક્કી અને કેટરીનાને એક ખાસ ભેટ પણ આપી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તાપસીએ વિક્કીને એક પ્લેટિનમ બ્રેસલેટ ગિફ્ટ કર્યું છે, જેની કિંમત 1.5 લાખ રૂપિયા છે. કેટરિના કૈફ અને વિક્કી કૌશલને ભેટ આપનાર સેલેબ્સની યાદીમાં રણબીર કપૂર અને સલમાન ખાનનું નામ પણ સામેલ છે.

સલમાન ખાને રેન્જ રોવર કાર ગિફ્ટ કરી છે, જેની કિંમત 3 કરોડ રૂપિયા છે અને રણબીર કપૂરે કેટરિનાને 2.5 કરોડથી વધુની કિંમતનો ડાયમંડ નેકલેસ ગિફ્ટ કર્યો છે. જો કે, આ અહેવાલોમાં કેટલું સત્ય છે તે કોઈ જાણતું નથી. આલિયા ભટ્ટે કપલને પરફ્યુમ બોક્સ ગિફ્ટ કર્યુ છે, જેની કિંમત લાખોમાં છે. કેટરિના કૈફની પાડોશી અને અભિનેત્રી અનુષ્કા શર્માએ તેને 6.4 લાખની કિંમતની હીરાની બુટ્ટી ભેટમાં આપી છે. બધા મિત્રોની ગિફ્ટ તો જાણી લીધી હવે એ પણ જાણી લો કે વિક્કી કૌશલે તેની દુલ્હન કેટરિના કૈફને શું ગિફ્ટ આપી.

રીપોર્ટ અનુસાર, વિક્કીએ કેટરિના કૈફને 1.3 કરોડની હીરાની વીંટી ભેટમાં આપી છે અને કેટરીના કૈફે તેના પતિ વિક્કી કૌશલને મુંબઈમાં 15 કરોડનો એપાર્ટમેન્ટ ગિફ્ટ કર્યો છે. જણાવી દઇએ કે, આ તમામ ગિફ્ટ્સ વિશે કોઈ સત્તાવાર પુષ્ટિ થઇ નથી. તમને જણાવી દઈએ કે કેટરિના કૈફ અને વિક્કી કૌશલ તેમના લગ્ન બાદથી જ તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે. બંનેએ તેમની હલ્દી, મહેંદી અને લગ્નના દિવસની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં બંને પોતાના લગ્નની દરેક વિધિને એન્જોય કરતા જોવા મળે છે.

Shah Jina