વિક્કી કૌશલ અને કેટરીના કૈફના લગ્નમાં ધૂમ મચાવવા પહોંચ્યા બોલીવુડના આ દિગ્ગજ સિંગરો, સામે આવી શાનદાર તસવીરો

અભિનેતા વિક્કી કૌશલ અને કેટરીના કૈફ આજે લગ્નના બંધનમાં બંધાઈ જશે. આ લગ્ન ખુબ જ ખાનગીમાં રાખવામાં આવ્યા છે, પરંતુ મીડિયા તેમના લગ્નની એક એક હરકત ઉપર નજર રાખીને બેઠું છે, ભલે આ લગ્નમાં અંદરની કોઈ તસવીરો હજુ સુધી સામે નથી આવી પરંતુ આ લગ્નમાં કોણ કોણ હાજર થવાનું છે એ માહિતી મીડિયા દ્વારા ધીમે ધીમે સામે આવી રહી છે.

અત્યાર સુધી ઘણા સંબંધીઓ અને નજીકના મિત્રો લગ્ન સ્થળ ઉપર પહોંચી ગયા છે. તો ગઈકાલે પણ ઘણા લોકો તેમના લગ્નમાં હાજરી આપવા માટે જયપુર જવા માટે રવાના થઇ ગયા હતા. ગઈકાલે બોલીવુડના ઘણા પ્રખ્યાત સિંગરોને આ સ્ટાર્સના લગ્નમાં પહોંચવા સમયે સ્પોટ કરવામાં આવ્યા હતા.

આ સિંગરોની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જેમાં એરપોર્ટ ઉપર બોલીવુડની લોકપ્રિય ગાયિકા આસ્થા ગિલ પણ સ્પોટ થઇ હતી. તેને બ્લેક ટોપી, બ્લેક જેકેટ અને બ્લેક માસ્ક પહેરી રાખ્યું હતું.

આ ઉપરાંત લોકપ્રિય ગાયક હાર્ડી સંધુ પણ એરપોર્ટ ઉપર સ્પોટ થયો હતો. આ દરમિયાન તે કારમાં બેઠેલો જોવા મળ્યો હતો. તેને પણ ચહેરાને બ્લુ રંગના માસ્કથી કેરી કર્યો હતો અને માથા ઉપર ઉંધી ટોપી પહેરી હતી.

ડીજે ચેતસને પણ એરપોર્ટની બહાર સામાન સાથે સ્પોટ કરવામાં આવ્યો હતો. તેના હાથમાં બે બ્લેક રંગની બેગ હતી. આ દરમિયાન તેને સફેદ ટી શર્ટ અને કાળા રંગનું પેન્ટ પહેર્યું હતું. તેને આંખ ઉપર ચશ્મા પણ પહેરી રાખ્યા હતા અને તેના હાથમાં મોબાઈલ અને માસ્ક જોવા મળ્યું હતું.

આ બધા ઉપરાંત વધુ એક સિંગર તૌશી સાબરી પણ એરપોર્ટ ઉપર સ્પોટ થયો હતો. તેને પેપરાજીને પોઝ પણ આપ્યો હતો. આ રીતે આ બધા જ કલાકારોએ ગઈકાલે યોજાયેલા સંગીત સંધ્યાના કાર્યક્રમમાં ધૂમ મચાવી હશે તેમ માનવામાં આવી રહ્યું છે.

Niraj Patel