કેટરીના કૈફે દિયર સાથે માલદીવ્સથી ક્લિક કરાવી એવી તસવીર કે લોકો બોલ્યા- દેવર ભાભી વાલા પ્યાર, ફોટોમાં જોવા મળી ક્યુટ બોન્ડિંગ

કેટરિના કૈફે 16 જુલાઈએ પરિવાર અને મિત્રો સાથે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. કેટરિનાના જન્મદિવસ માટે બધા માલદીવ પહોંચ્યા હતા. તેની સાથે પતિ વિક્કી કૌશલ, દિયર સની કૌશલ, શરવરી વાઘ, કબીર ખાન અને મિની માથુર સહિત અનેક હતા. કેટરિના અને વિક્કી કૌશલે સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો શેર કરી હતી જેમાં દરેક મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યા હતા. ત્યારે આ વેકેશન પરથી કેટરિનાના દિયર અને અભિનેતા સની કૌશલે એક તસવીર પોસ્ટ કરી હતી.

આ તસવીરમાં સની તેની ભાભી અને અભિનેત્રી કેટરિના સાથે એક યોટ પર જોવા મળી રહ્યો હતો. કેટરિના અને સનીનો આ ફોટો ક્યુટ અને ફની હતો. કેટરીનાએ સફેદ ડ્રેસ પહેર્યો હતો. સનીએ આ સાથે કેપ્શનમાં લખ્યું, ‘હેપ્પી કેટરિના કૈફ વીક.’ દિયર ભાભીની આ જોડીને ચાહકોએ ઘણી પસંદ કરી હતી. આ તસવીર સની કૌશલ અને કેટરિના કૈફ વચ્ચેના જબરદસ્ત બોન્ડિંગનો પુરાવો છે.

સની કૌશલે તેની લવલી ભાભી કેટરિના સાથેની આ તસવીર શેર કરી હતી. ફોટોમાં કેટરિના નો મેકઅપ લુકમાં જોવા મળી હતી. ત્યાં સની કૌશલ પ્રિન્ટેડ શર્ટ સાથે ડેનિમ શોર્ટ્સમાં જોવા મળ્યો હતો. અભિનેત્રીએ જે ડ્રેસ પહેર્યો હતો તે ડીપનેક સ્ટાઇલમાં હતી. યુઝર્સે કોમેન્ટમાં આ જોડીના ઘણા વખાણ કર્યા. એક યુઝરે લખ્યું, ‘અમેઝિંગ ફન ફોટો.’ બીજાએ કહ્યું, ‘બેસ્ટ ભાઈ પરજાઈ.’

એક યુઝરે કહ્યું, ‘બંને મારા ફેવરિટ છે. કેટરીનાના વર્કફ્રન્ટની વાત કરીએ તો,તેની ફિલ્મ ફોન ભૂત હવે રીલિઝ થવાની છે. તેમાં તેની સાથે સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર છે. ‘ફોન ભૂત’ 4 નવેમ્બર, 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ સિવાય કેટરીના પાસે ‘ટાઈગર 3’, ‘મેરી ક્રિસમસ’ અને ‘જી લે ઝરા’ છે.

Shah Jina