કાળા ચશ્મા અને મોઢા ઉપર માસ્ક પહેરીને સાસુ-સસરાને મળવા પહોંચી કેટરીના, જુઓ લગ્ન પછી કેટલો બદલાઈ ગયો છે લુક

બૉલીવુડનું ન્યુલી મેરિડ કપલ કેટરીના કૈફ અને વિક્કી કૌશલ હાલ ખુબ જ ચર્ચામાં છે. તેમના લગ્નની ઘણી બધી તસવીરો પણ સામે આવી છે, જેને ચાહકોએ પણ ખુબ જ પસંદ કરી છે ત્યારે લગ્નના થોડા સમય બાદ જ વિક્કી કૌશલ ઇન્દોરમાં છે, તો આ સમયે કેટરીના પણ એકલી જ છે. ત્યારે પતિથી દૂર રહેલી કેટરીનાએ સાસરીમાં સમય પસાર કરવાનું યોગ્ય સમજ્યું.

ગઈકાલે કેટરીનાને વિક્કી કૌશલના અંધેરી વાળા ઘરની બહાર સ્પોટ કરવામાં આવી હતી, ત્યાં તે તેના સાસુ સસરાને મળવા માટે પહચી હતી. સોમવારે સાંજે વિક્કીને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યો હતો. વિક્કી ઇન્દોર જવા રવાના થયો હતો.

હાલ વિક્કી તેના કામમાં વ્યસ્ત છે, જ્યારે કેટરીના હાલમાં બ્રેક ઉપર છે.  ત્યારે કેટરીનાએ પણ એકલા રહેવાના બદલે સાસરીમાં જવાનું નક્કી કર્યું અને તે તેના સાસુ સસરાને મળવા માટે વિક્કીના અંધેરીવાળા ઘરે પહોંચી હતી.

વિક્કી કૌશલ સોમવારે સવારે જ ઈન્દોર જવા રવાના થઈ ગયો હતો. જેના બાદ દિવસે કેટરીનાએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર તેના નવા ઘરની બાલ્કનીમાંથી એક અદભૂત તસવીર શેર કરી. અને સાંજના સમયે તે તેના સાસરે પહોંચી.

આ દરમિયાન કેટરીના કૈફ તેની રેન્જ રોવરમાં બેઠેલી જોવા મળી હતી. તેની આંખો પર કાળા ચશ્મા લગાવેલા હતા અને ચહેરા પર માસ્ક પહેરેલો હતો આ ઉપરાંત કેટરીનાના હાથમાં ચૂડીઓ પણ સ્પષ્ટ દેખાતી હતી. આ દરમિયાન કેટરીના કોઈ સાથે ફોન ઉપર વાત કરતી જોવા મળી હતી.

તમને જણાવી દઈએ કે વિક્કી અને કેટરીના 9 ડિસેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા. બંનેએ સવાઈ માધોપુરના સિક્સ સેન્સેજ ફોર્ટમાં સાત ફેરા લીધા હતા. તેમના લગ્ન ખુબ જ ખાનગીમાં રાખવામાં આવ્યા હતા, જેની કોઈ તસવીરો પણ સામે આવી નહોતી, પરંતુ લગ્ન બાદ કેટરીના અને વિક્કીએ તેમના સોશિયલ મીડિયામાં દરેક વિધિની તસવીરો શેર કરી અને ચાહકોને ખુશ કરી દીધા હતા.

Niraj Patel