કેટરિના કૈફ વિકી કૌશલની દુલ્હનિયા બનવા માટે ઘરેથી તેના પરિવાર સાથે નીકળી ગઈ છે. માતા સાથે કેટરીના લગ્ન સ્થળ માટે રવાના થઈ ગઈ છે. કેટરીના એરપોર્ટ પર જોવા મળી હતી. તેમજ ફોટોગ્રાફર્સના કેમેરામાં કેટરીનાની કેટલીક તસવીરો કેદ થઈ હતી.
કેટરીના કૈફનો પરિવાર ઘરની બહાર આવતાની સાથે જ પેપરાજીઓએ તેમની કારને ઘેરી લીધી હતી અને સાથે ઈસાબેલની તસવીરો પણ કેમેરામાં કેદ થઈ ગઈ હતી. કેટરિના કૈફની બહેન ઈસાબેલ પણ તેની જેમ ખૂબ જ સુંદર છે અને એરપોર્ટ પર તેનો લુક પણ શાનદાર લાગતો હતો.
કેટરીના ખૂબ જ સુંદર લાગી રહી હતી. વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્ન માટે પરિવારના સભ્યોની સાથે હવે બાકીના મહેમાનો પણ લગ્ન સ્થળે પહોંચવા લાગ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે લગ્ન માટે 120 મહેમાનોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ દરમ્યાન કેટરિના કૈફનો ભાઈ પણ કેમેરામાં કેદ થયો હતો. તે તેની બહેનના લગ્ન માટે બે દિવસ પહેલા જ મુંબઈ પહોંચી ગયો હતો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે 6 ડિસેમ્બરે તમામ મહેમાનો અને પરિવારના સભ્યો રાજસ્થાનના ફોર્ટ બરવાડા પહોંચી જશે.
કેટરીના કૈફની બહેન સોમવારે સવારે જ જયપુર એરપોર્ટ પહોંચી ગઈ હતી. નતાશા સૌથી પહેલા લગ્ન સ્થળ પર પહોંચી છે. તેણે બ્લુ જીન્સ પહેર્યું હતું અને ચશ્મા પહેર્યા હતા. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે તેનો પતિ પણ તેની સાથે હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેટરિના કૈફની બહેન ઈસાબેલ કૈફ અને ભાઈ સેબેસ્ટિયન પણ તેમના મુંબઈના ઘરેથી જયપુર જતા જોવા મળ્યા છે.
સેબેસ્ટિને કુર્તો પહેર્યો હતો જ્યારે ઈસાબેલ સફેદ ટોપમાં પાછળની સીટ પર બેઠેલી જોવા મળી હતી. પરિવારની સાથે કેટરિના કૈફના નજીકના મિત્રો પણ આ રોયલ વેડિંગ માટે જયપુર પહોંચવા લાગ્યા છે. કેટરિના કૈફના ઘણા મિત્રો જયપુરમાં સ્પોટ થયા હતા. અભિનેત્રી કેટરિના કૈફની નજીકની મિત્ર અનિતા શ્રોફ અદાજાનિયા પણ જયપુર એરપોર્ટ પર જોવા મળી હતી. તેણે સફેદ ટોપ, બ્લુ શર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યું હતું. કેટરિના કૈફ અને વિકી કૌશલ 9 ડિસેમ્બરે રાજસ્થાનના સવાઈ માધોપુરમાં સિક્સ સેન્સ ફોર્ટ બરવારામાં લગ્ન કરશે. આ 700 વર્ષ જૂનો કિલ્લો છે.
મીડિયા રિપોર્ટ અનુસાર હોટેલ 6 થી 11 તારીખ સુધી આ રોયલ વેડિંગ માટે બુક કરવામાં આવી છે. જ્યારે આ લગ્નમાં આવનારા 120 મહેમાનો માટે 45 રૂમ બુક કરવામાં આવ્યા છે. કેટરિનાના પરિવારજનો સિવાય તેનો પર્સનલ સ્ટાફ પણ જયપુર પહોંચી ગયો છે. સોમવારે બપોરે તેઓ પણ જયપુર એરપોર્ટ પર જોવા મળ્યા હતા. મીડિયા રિપોર્ટ પ્રમાણે કપલે રવિવારે રજિસ્ટર મેરેજ કર્યા છે. હવે રાજસ્થાન જઈને તેઓ રિવાજો પ્રમાણે પતિ-પત્ની બનશે.
View this post on Instagram