બોલિવુડના પોપ્યુલર સ્ટાર કપલ વિક્કી કૌશલ અને કેટરિના કૈફના લગ્ન રાજસ્થાનના સવાઈ માધોપુરના લક્ઝુરિયસ સિક્સ સેન્સ ફોર્ટ બરવારામાં થયા હતા. જે બાદ બંને હનીમૂન માટે માલદીવ ગયા હતા. આ પહેલા ગયા વર્ષે 25 ડિસેમ્બરે કેટરીના કૈફે વિકી કૌશલ સાથે પોતાની એક સુંદર તસવીર શેર કરી હતી. જેમાં તે વિક્કી કૌશલને ગળે લગાવી રહી હતી. લગ્ન બાદથી કેટરીના અને વિક્કી બંને તેમના લગ્નની અને પ્રી વેડિંગ ફંક્શનનોની તસવીરો ચાહકો સાથે શેર કરી રહ્યા છે. આ ઉપરાંત કેટરીનાએ તેની પહેલી રસોઇની અને મહેંદીની તસવીરો પણ શેર કરી હતી અને તે બાદ ક્રિસમસ પર વિક્કી સાથેની તસવીર શેર કરી હતી. ત્યારે હવે ફરી એકવાર કેટરીનાએ તેની કેટલીક તસવીરો શેર કરી છે જે ખૂબ વાયરલ થઇ રહી છે.
બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં કેટરીના કૈફ મંગળસૂત્ર પહેરેલી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, કેટરિના કૈફ અને વિક્કી કૌશલ ગયા વર્ષે 9 ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાયા હતા. હવે તે તેના નવા ઘરમાં પોઝ આપતી જોવા મળી રહી છે. આ તસવીરો કેટરિના કૈફે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. કેટરીના કૈફે અલગ-અલગ પોઝમાં કુલ ત્રણ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તેના ગળામાં મંગળસૂત્ર જોવા મળે છે અને તે સ્માઇલ સાથે પોઝ આપી રહી છે.
કૅટનો આ લૂક તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. પરંતુ જો આ લુકની કુલ કિંમત જોવામાં આવે તો મીડિયા રીપોર્ટ અનુસાર તેને 30 લાખથી વધુમાં તૈયાર કરવામાં આવ્યો છે. કેટે સેલ્ફ પોટ્રેટ બ્રાન્ડનું કાર્ડિગન પહેર્યું છે, જેની કિંમત ભારતીય રૂપિયામાં 27 લાખ 55 હજાર છે. ત્યાં, કેટે તેનું મંગળસૂત્ર પણ ફ્લોન્ટ કર્યું છે. જે સબ્યસાચીના બંગાળ ટાઈગર કલેક્શનમાંથી છે. તેની કિંમત 5 લાખ રૂપિયા છે.
કેટરિનાએ આ ફોટોઝનું લોકેશન હોમ સ્વીટ હોમ લખ્યું છે. કૅટની આ તસવીરો સામે આવતાં જ ચાહકોએ તેમના પર કમેન્ટ કરી હતી. જો કે લોકોએ તેના મંગલસૂત્રની નોંધ લીધી, જેમાં હીરા જડેલા હતા. એક યુઝરે પૂછ્યું- માંગ નથી ભરી. કેટલાકે તેના મંગળસૂત્ર પહેરવાના વખાણ કર્યા. એકે લખ્યું- તમે મંગળસૂત્ર પહેરીને અમારી સંસ્કૃતિ બતાવી રહ્યા છો, બીજી અભિનેત્રીએ તમારી પાસેથી શીખવું જોઈએ.
View this post on Instagram
કેટરીના કૈફની આ તસવીરોને અત્યાર સુધીમાં 18 લાખથી વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે અને તેના પર કોમેન્ટ્સ આવી રહી છે. તસવીરોમાં કેટરિના એકદમ ફ્રેશ લાગી રહી છે. મંગળસૂત્ર ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. આ તસવીરોના બેકગ્રાઉન્ડમાં નવા ઘરની ઝલક પણ દેખાઈ રહી છે. જો કે, કેટલાક મીડિયા રીપોર્ટ અનુસાર મંગળસૂત્રની કિંમત 7.4 લાખ રૂપિયા છે.