આ મંદિરનું નામ સાંભળતા જ કાશ્મીર પંડિતોના આંખમાં આવી જાય છે આંસુ, શંકરાચાર્ય સાથે છે સંબંધ

ભારતમાં હાલમાં ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સને લઈને ખુબ ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મ 1990ના વર્ષ દરમિયાન કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારો પર બનાવવામાં આવી છે. કાશ્મીરને ધરતી પરનું સ્વર્ગ કહેવામાં આવે છે. પરંતુ આ સ્વર્ગને કોઈની નજર લાગી ગઈ અને ત્યાં ખુન ખરાબા શરૂ થઈ ગયા.

આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવીશું જેને કાશ્મીરી પંડિતોના આસ્થાનું પ્રતિક માનવામાં આવે છે. જો કે આજે તે એક ખંડેરમાં ફેરવાઈ ગયું છે. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર(Pok) માં આમ જોવા જઈએ તો ઘણા મંદિરો આવેલા છે. પરંતુ તેમા એક મંદિર છે જે આશરે 5 હજાર વર્ષ જુનુ છે. આ મંદિર પ્રમુખ શક્તિપિઠોમાંનુ એક છે. તેથી જ આ મંદિરને લઈને કાશ્મીરી પંડિતોના મનમાં ઘણુ દર્દ છે. કારણ કે આ મંદિર હાલમાં એક ખંડેરમાં ફેરવાઈ ગયું છે.

તમને જણાવી દઈએ કે શારદા પીઠ મંદિરનું આસ્થાની સાથે સાથે ધાર્મિક પણ મહત્વ છે. એક સમય હતો જ્યારે આ મંદિર શિક્ષાનું કેન્દ્ર માનવામાં આવતું હતું. શારદા પીઠ મુજફ્ફરાબાદથી આશરે 140 કિમી અને કુપવાડાથી અંદાજે 30 કિમી દૂર પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં નિયંત્રણ રેખા પાસે નીલમ નર્ગી નજીક આવેલું છે. આ મંદિર અંગે એવું કહેવાય છે કે મહારાજા અશોકે 237 ઈસા પૂર્વે બનાવ્યું હતું.એક સમયે આ મંદિરમાં કાશ્મીરી પંડિતોથી લઈને દેશના ખુણે ખુણેથી લોકો દર્શને આવતા અને તે વિદ્યાનું ધામ પણ કહેવાતું હતું. ઈતિહાસકારોના મતે શારદા પીઠ અમરનાથ અને અનંતનાગના માર્તેડ સૂર્ય મંદિરની જેમ જ કાશ્મીરી પંડિતો માટે શ્રદ્ધાનું કેન્દ્ર હતું. કાશ્મીરી પંડિતોના આ આસ્થાના કેન્દ્ર એવા મંદિરમાં છેલ્લા 70 વર્ષથી પૂજા નથી થઈ.

આ મંદિર અંગે એવી માન્યતા છે કે તે શારદા પીઠ શક્તિ સંપ્રદાયને સંમર્પિત પ્રથમ તીર્થ સ્થળ છે. કાશ્મીરના આ મંદિરમાં સર્વ પ્રથમ દેવીની આરાધના શરૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ ખીર ભવાની અને વૈષ્ણો દેવી મંદિરની સ્થાપના થઈ. કાશ્મીરી પંડિતોનું માનવું છે કે આ મંદિરમાં જે શારદા દેવીની પૂજા કરવામાં આવે છે તે ત્રણ શક્તિઓનું સંગમ છે. પ્રથમ શારદા(શિક્ષાની દેવી) બીજા સરસ્વતી (જ્ઞાનના દેવી) અને ત્રીજા વાગ્દેવી(વાણીના દેવી).

શાસ્ત્રો અનુસાર જ્યારે ભગવાન શંકરે દેવી સતીના દેહ ત્યાગ બાદ તેમનું શબ લઈને દુખમાં તાંડવ નૃત્ય કર્યું હતું ત્યારે દેવી સતીનો જમણો હાથ આ જગ્યા પર પડ્યો હતો. હિન્દુ ધર્મની માન્યતા અનુસાર તેને દેવી શક્તિના 18 શક્તિપિઠોમાંનું એક માનવામાં આવે છે. આ મંદિર વિદ્યાની દેવી સરસ્વતીને સમર્પિત છે. એક સમય હતો જ્યારે ભારતમાં આ મંદિર શિક્ષ શ્રેત્રે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવતું હતું. એવું કહેવાય છે તે શૈવ સંપ્રદાયના જનક કહેવાતા શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય બન્ને અહિયા આવ્યા હતા અને બન્નેએ અહિયા ઘણી શક્તિઓ પ્રાપ્ત કરી હતી.

YC