નણંદ આરતી સિંહના સંગીતમાં ભાભી કાશ્મીરા શાહ પોતાના કપડામાં ઉલજાયેલી જોવા મળી તો લોકોએ લીધી મજા- જુઓ વીડિયો

‘ધ કપિલ શર્મા શો’ના કોમેડિયન કૃષ્ણા અભિષેકની બહેન આરતી સિંહ 25 એપ્રિલના રોજ લગ્નના બંધનમાં બંધાવા જઇ રહી છે, ત્યારે આ પહેલા આરતીના પ્રી-વેડિંગ ફંક્શન ચાલુ છે. આરતીના પ્રી વેડિંગ ફંક્શન જેમ કે હલ્દી, મહેંદી અને સંગીતની ઘણી ઝલક પણ સોશિયલ મીડિયા પર સામે આવી રહી છે. ત્યારે ગત મંગળવારે રાત્રે આરતીની સંગીત સેરેમની યોજાઇ હતી. આ દરમિયાન દુલ્હન આરતીએ પોતાના ડાન્સ પર્ફોર્મન્સથી ત્યાં હાજર લોકોના દિલ જીતી લીધા હતા.

જો કે, આરતીના ડાન્સની સાથે સાથે તેની ભાભી એટલે કે કૃષ્ણા અભિષેકની પત્ની કાશ્મીરા શાહનો એક વીડિયો પણ ઈન્ટરનેટ પર લોકપ્રિય થઇ રહ્યો છે જેમાં તે દુલ્હા-દુલ્હન સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. સંગીત સેરેમની દરમિયાન આરતીની ભાભી કાશ્મીરા શાહ ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી. જો કે જ્યારે તે દુલ્હા-દુલ્હન સાથે પોઝ આપવા સ્ટેજ પર પહોંચી ત્યારે તેના આઉટફિટમાં એવી સમસ્યા આવી કે તે કેમેરાની સામે કપડા સંભાળવામાં વ્યસ્ત જોવા મળી.

જો કે આ દરમિયાન વરરાજા તેની સાથે પોઝ આપવા માટે તેની રાહ જોતો જોવા મળતા લોકો આ વીડિયો પર અલગ-અલગ પ્રકારની કોમેન્ટ કરી મજા લેતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો પર એકે કહ્યું- જો પહેરવામાં કમ્ફર્ટેબલ નથી તો શા માટે પહેરો છો ? કેટલાકે કહ્યું- કાશ્મીરાને ડ્રેસિંગ સેન્સ ક્યારે આવશે ? જણાવી દઇએ કે, આરતી સિંહ 25 એપ્રિલે મુંબઈના બિઝનેસમેન દીપક ચૌહાણ સાથે લગ્નના બંધનમાં બંધાશે.

હાલમાં બંનેના પરિવાર અને મિત્રો તેમના પ્રી-વેડિંગ ફંક્શનને ખૂબ એન્જોય કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, આરતી સિંહ અને દીપક ચૌહાણની સંગીત સેરેમનીમાં તેના ભાઈ અને ભાભી કૃષ્ણા અભિષેક અને કાશ્મીરા શાહે ધમાકેદાર ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું. બંનેએ બ્લેક ચમકદાર આઉટફિટ પહેર્યા હતા. કૃષ્ણાએ બ્લેક શેરવાની તો કાશ્મીરા બ્લેક ચમકદાર આધુનિક સાડીમાં બોલ્ડ અને ગ્લેમરસ લાગી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Shah Jina