કરવા ચોથ પર પતિની છાતી પર ચઢી જોયો ચાંદ- જુઓ વાયરલ વીડિયો

20 ઓક્ટોબરે પરણિત મહિલાઓએ કરવા ચોથનો તહેવાર મનાવ્યો. હિન્દુ, શીખ અને સિંધી ધર્મની પરિણીત મહિલાઓ તેમના પતિના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે આ દિવસે નિર્જલા વ્રત રાખે છે. આ તહેવાર પતિ-પત્ની વચ્ચેનો અતૂટ પ્રેમ પણ દર્શાવે છે.

પત્નીઓ આ દિવસ માટે ઘણી તૈયારીઓ કરે છે.ઘણી બધી વાનગીઓ તૈયાર કરવામાં આવે છે, જ્યારે રાત્રે સ્ત્રી પૂજા માટે સંપૂર્ણ સોળ શ્રૃંગાર કરે છે. આ સાથે જ પતિ પણ પોતાની પત્નીને સરસ ભેટ આપીને ખુશ કરે છે. આ પહેલા જ્યારે ચંદ્રની પૂજા કરવામાં આવે છે ત્યારે તેના માટે એક ખાસ રીત પણ છે.

વાસ્તવમાં પત્ની ટેરેસ જેવી ખુલ્લી જગ્યા પર ભગવાનને વિરાજમાન કરે છે અને પછી દેવીનું આવ્હાન કરી જળ વગરે ચઢાવી કથા વંચે છે.

આ પછી ચાંદને જળ ચઢાવી આરતી કરે છે અને ચાળણીમાંથી ચંદ્રને જોઇ પતિનો ચહેરો જોવે છે. આ પછી પત્નીઓ પતિના હાથનું પાણી પીને વ્રત ખોલે છે. જો કે હવે બદલાતા સમયમાં કરવા ચોથની પૂજા કરવાની રીત પણ બદલાઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર રીલ વાયરલ કરવા માટે કરવા ચોથ વ્રતનું પણ વ્યવસાયીકરણ થઈ ગયું છે. તેમાં અનેક ટ્વિસ્ટ ઉમેરાયા છે.

ક્યાંક પત્ની પતિના ચરણોમાં ઊભા રહીને ચંદ્રની પૂજા કરતી જોવા મળે છે તો ક્યાંક પદ્ધતિમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. કેટલાક વીડિયો વાયરલ થઇ રહ્યા છે જેમાં એક મહિલા તેના પતિની છાતી પર ઊભી થઈ પૂજા કરી રહી છે. આ નવી રીતને ચાહકો પણ પસંદ કરી રહ્યા છે.

Shah Jina